મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ મોરબીની હોટલ-રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય કલર-વાસી ખોરાકનો નાશ કરતી મનપાની ફુડ શાખા મોરબીના લોકલાડીલા-લડાયક નેતા અને રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે શિવશક્તિ યજ્ઞ યોજાયો મોરબીમાં જતિન આડેસરાના હત્યા કરાઇ તે સ્થળ સુધી આજે સોની સમાજની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઇ: આરોપીઓને આકરી સજાની માંગ મોરબીમાં જેટિંગ મશીનના ટ્રક ચાલકે ગટરનું ઢાકણું તોડી નાખતા વાહન ફસાઈ ગયું: જીવલેણ અકસ્માત પહેલા આડસ મુકવાની માંગ મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાંથી યુવતીને ભગાડી ગયેલ યુવાનની બહેનનું અપહરણ કરવાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાંથી યુવતીને ભગાડી ગયેલ યુવાનની બહેનનું અપહરણ કરવાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ

મોરબીમાં રહેતો યુવાન યુવતીને ભગાડી ગયેલ છે જે બાબતનો ખાર રાખીને યુવતીના પિતા સહિતના પાંચ વ્યક્તિઓ યુવતીને શોધી રહ્યા હતા દરમિયાન યુવતીને ભગાડી ગયેલ યુવાનની બહેન અને તેની માતા મોરબી તાલુકાના ફડસર ગામે તેના મામાના ઘરે જતા રહ્યા હતા જેથી કરીને આરોપીઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં યુવાનની બહેનમાતા અને મામીને બોલાચલી ઝઘડો કરીને જપાજપી કરી હતી અને ત્યારે ફરિયાદી યુવતીનું ઢસડીને સફેદ કલરની વર્ના ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને અલગ અલગ જગ્યાએ લઈ જઈને તે યુવતીને બિભત્સ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં પાંચેય આરોપીઓની ધરપકડ કરેલ છે

બનાવી જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સંગીતાબેન (નામ બદલાવેલ છે) નામની યુવતીએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાનાભાઈ જીવાભાઈ સવસેટા રહે દેવગઢજયદીપભાઇ જીવણભાઈ સવસેટા રહે. દેવગઢવિક્રમભાઈ રહે દેવગઢજયલો બાબરીયા રહે કુંતાસી અને મુન્નાભાઈ જીલરીયા ની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો ભાઈ આરોપી કાનાભાઈની દીકરીને ભગાડી ગયેલ છે જે બાબતનો ખાર રાખીને આરોપીઓ તલવાર જેવા હથિયાર સાથે ફરિયાદી યુવતી તેની માતા સાથે મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા તેના મામાના ઘરે ગઈ હતી ત્યાં પહોંચ્યા હતા અને ફરિયાદી યુવતી તેમજ તેની માતા અને તેની મામી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી અને ઇજાઓ કરી હતી ત્યારબાદ કાનાભાઈજયદીપભાઇ અને વિક્રમભાઈએ ફરિયાદી યુવતીને ઢસડીને સફેદ કલરની વર્ના ગાડીમાં તેનું જયદીપભાઇ અને વિક્રમભાઈ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેને લઈ જઈને ત્યાં ફરિયાદી યુવતી ને વિભક્ત ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા ગઇકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સો ની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૧૪૩૧૪૭૧૪૮૧૪૯૩૬૫૩૨૩૫૦૪૫૦૬ (૨) તથા જીપીએફની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન. સગારકા અને તેની ટીમે આ ગુનામાં તા.૧૨-૪ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં આરોપી કાનાભાઈ જીવાભાઇ સવસેટા બોરીચા (૫૩) રહે.દેવગઢ તા.માળીયા મીયાણાજયદીપ જીવણભાઇ સવસેટા બોરીચા (૨૭) રહે.દેવગઢ તા.માળીયા મીયાણાવિક્રમ રાજાભાઈ સવસેટા બોરીચા (૩૮) રહે.દેવગઢ તા.માળીયા મીયાણાજયેશ ઉર્ફે જયલો દેવાયતભાઈ બાબરીયા બોરીચા (૪૪) અને અશોક ઉર્ફે મુન્નાભાઈ દેવાણંદભાઈ જીલરીયા બોરીચા (૩૪) રહે.શનાળા-કંડલા બાયપાસ તુલસીપાર્ક સોસાયટી મોમાઈ પ્રોવિઝન સામે મોરબી વાળાઓની અપહરણના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી








Latest News