મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી : માળિયા(મિં.)ના વાધરવા ગામે આઇસીડી કન્ટેનર ડેપો ખુલ્લો મુકાયો


SHARE





મોરબી : માળિયા(મિં.)ના વાધરવા ગામે આઇસીડી કન્ટેનર ડેપો ખુલ્લો મુકાયો

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના વાધરવા ગામ પાસે રેલ્વે વિભાગ દ્વારા આઈસીડી કન્ટેનર ડેપોની શરૂઆત કરવામાં આવી હતી.અહિંના સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આમંત્રિત મહેમાનોની હાજરીમાં આ ડેપો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પરિવહન ક્ષેત્રે છેલ્લા દસ વર્ષમાં અદભુત વિકાસ થયો છે.જેના પગલે રેલ્વેમાં પણ ખાસુ નવીનીકરણ જોવા મળી રહ્યુ છે.તથા નવા હાઇવે અને એક્સપ્રેસ હાઇવે થકી ટ્રાન્સપોર્ટેશન સ્ટેશન ખુબ સરળ બન્યું છે.અનેક યોજનાઓના શુભારંભ ઉદ્ઘાટન લોકાર્પણનું આયોજન કરવામાં આવી રહ્યા છે.સમગ્ર ભારતમાં અનેક વિવિધ જગ્યાઓએ યોજાએલા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યુ હતુ.માળિયા તાલુકાના વાધરવા ગામે નવનિર્મિત વાધરવા નવકાર આઈસીડી કન્ટેનર ડેપો મુકામે મોરબી માળિયા(મિં.) ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને યોજાએલ આ  કાર્યક્રમમાં ધારાસભ્યના ધર્મપત્ની જયોત્સનાબેન અમૃતીયા, જીલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, માળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા તેમજ તમામ મંડળના હોદ્દેદારો તેમજ આસપાસના ગામના સરપંચો હાજર રહ્યા હતા.




Latest News