મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચૂંટણીને લગતી તમામ પરવાનગી એક જ સ્થળે અને સમયસર મળે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ઊભી કરાઈ


SHARE













મોરબી જીલ્લામાં ચૂંટણીને લગતી તમામ પરવાનગી એક જ સ્થળે અને સમયસર મળે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ઊભી કરાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૪ દરમિયાન ઉમેદવાર,રાજકીય પક્ષોને જાહેરસભા, રેલી, સરઘસ, વાહન, લાઉડ સ્પીકર અને હેલીપેડ જેવી વિવિધ ચૂંટણી લગતી પરવાનગી એક જ સ્થળેથી અને સમયસર મળે તેમજ તે માટે અલગ-અલગ કચેરીઓનો સંપર્ક કરવો ન પડે તે હેતુ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. આ કામગીરી અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા નોડલ ઓફિસર્સની નિમણૂંક કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કક્ષાએ એક તેમજ જિલ્લામાં સમાવિષ્ટ તાલુકા મામલતદાર કચેરીઓ ખાતે એક સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવાના હેતુથી કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાએ તથા તમામ વિધાનસભા મત વિભાગો માટે ચિટનીશ ટુ કલેકટર મોરબીની નોડલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.મોરબી ગ્રામ્ય કક્ષાના વિસ્તાર માટે મોરબી ગ્રામ્ય મામલતદાર, મોરબી સીટી વિસ્તાર માટે મોરબી સીટી મામલતદાર, માળિયા તાલુકા વિસ્તાર માટે માળિયા મામલતદાર,, ટંકારા તાલુકા વિસ્તાર માટે ટંકારા મામલતદાર તેમજ વાંકાનેર તાલુકા વિસ્તાર માટે વાંકાનેર મામલતદારની સિંગલ વિન્ડો સિસ્ટમ અન્વયે નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.આ સિંગલ વિન્ડો સિસ્ટમ અન્વયે પરવાનગી માંગતા રાજકીય પક્ષ સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીની ઉમેદવારોએ કાર્યક્રમના ઓછામાં ઓછા ૪૮ કલાક પહેલા કચેરીના નોડલ અધિકારી વિધાનસભા મતવિસ્તારમાં સમાવેશ સંબંધિત મામલતદાર કચેરીની ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમમાં નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. એકથી વધુ કાર્યક્રમ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે.કોઈ વિધાનસભા મત વિસ્તારના કાર્યક્રમની મંજૂરી માટે એકથી વધુ જિલ્લા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ થતા હોય તો દરેક જિલ્લા વિધાનસભા મતવિસ્તાર માટે અલગ અલગ અરજીઓ કરવાની રહેશે.






Latest News