મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના આરોગ્યનગરમાં રોડના કામ સમયે દેકારા બાબતે છરી, પાઇપ અને ધોકા વડે માથાકૂટ: સામસામે ફરિયાદ નોંધાઈ


SHARE







વાંકાનેરના આરોગ્યનગરમાં રોડના કામ સમયે દેકારા બાબતે છરી, પાઇપ અને ધોકા વડે માથાકૂટ: સામસામે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર શહેરમાં આવેલ આરોગ્યનગરમાં સિમેન્ટ રોડ બનાવનું કામ ચાલુ રહ્યું હતું દરમિયાન ત્યાં કામ કરતા મજૂરોને ઊંચા અવાજમાં રાડો પાડીને કહેનારા શખ્સને જોર જોરથી રાડો નહીં પાડવાનું કહેનારા વ્યક્તિની સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના ઘરે જઈને પાંચ શખ્સો દ્વારા લોખંડના પાઇપ અને ધોકા વડે તેને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાઇ છે જેના આધારે પોલીસે બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ આરોગ્યનગર શેરી નં-૨ માં રહેતા ગિરિરાજસિંહ નવલસિંહ ઝાલાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને નરવીરસિંહ લખધીરસિંહ ઝાલા, હકુભા અજયસિંહ જાડેજાનો દીકરો, બબલી ચંદ્રસિંહ જાડેજા, પ્રહલાદસિંહ ઉર્ફે રાજભા ખુમાનસિંહ ઝાલા અને યોગેન્દ્રસિંહ લખધીરસિંહ ઝાલા રહે. બધા જ વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના ઘર પાસે સિમેન્ટ રોડ બનાવનું કામ ચાલુ હતું અને મજૂરો કામ કરતા હોય મજૂરોને યોગેન્દ્રસિંહ ઝાલા ઊંચા અવાજમાં રાડો પડતો હતા જેથી ફરિયાદી નાઈટ શિફ્ટ કરીને ઘરે સુતા હતા તેને ખલેલ પહોંચતા તેઓએ ત્યાં જઈને જોર જોરથી રાડો પાડવાની ના પાડતા તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારે હાજર રહેલા લોકોએ ફરિયાદી અને યોગેન્દ્રસિંહને ઝઘડો નહીં કરવા સમજાવીને ઘરે મોકલ્યા હતા અને ત્યારબાદ પાછળથી પાંચેય આરોપીઓ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને તેને ઘરમાંથી બહાર કાઢી ફળિયામાં લઈ આવ્યા હતા અને ત્યાં ગાળો આપી હતી ત્યારે નરવીરસિંડે લોખંડના પાઇપ વડે જમણા પગમાં માર માર્યો હતો અને છરી બતાવી હતી તેમજ બબલી જાડેજાએ લાકડાના ધોકા વડે ડાબા પગના સાથળમાં માર માર્યો હતો અને પ્રહલાદસિંહે લોખંડના પાઇપ વડે ડાબા પગના સાથળના ભાગે માર માર્યો હતો તેમજ યોગેન્દ્રસિંહએ લોખંડના પાઇપ વડે માથામાં માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ફરિયાદીને માથામાં અને જમણા પગમાં નળાના ભાગે ટાંકા આવ્યા હતા અને શરીરે ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર લીધા બાદ પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને પાંચેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામા પક્ષેથી આરોગ્યનગરમાં ગાયત્રી મંદિર રોડ ઉપર રહેતા નરવીરસિંહ લખધીરસિંહ ઝાલા જાતે દરબાર (૩૨)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગીરીરાજસિંહ નવલસિંહ ઝાલા રહે. આરોગ્યનગર શેરી નં-૨ વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીની શેરીમાં સિમેન્ટ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યાં મજૂરો કામ કરતા હતા અને તે મજૂરોને આરોપી ઊંચા આવજે ગાળો આપતો હતો જેથી કરીને ગાળો ફરિયાદીના ઘર સુધી સંભળાતી હોય તેણે ત્યાં જઈને આરોપીને ગાળો નહીં બોલવા માટે કહ્યું હતું જેથી આરોપી ઉસકેરાઈ ગયો હતો અને તેણે જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને તેના પાસે રહેલ છરી વડે ફરિયાદી યુવાનને ડાબા પડખાના ભાગે તથા છાતીના ભાગે છેકા મારીને ઇજાઓ કરી હતી તેમજ પાઇપ વડે માથામાં અને જમણા હાથે માર મારીને ઇજા કરી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 






Latest News