મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની નક્ષત્ર હોસ્પિટલ દ્વારા ક્રિષ્ના સ્કુલમાં કાલે ફ્રી સર્વરોગ નિદાન-સારવાર કેમ્પનું આયોજન


SHARE









મોરબીની નક્ષત્ર હોસ્પિટલ દ્વારા ક્રિષ્ના સ્કુલમાં કાલે ફ્રી સર્વરોગ નિદાન-સારવાર કેમ્પનું આયોજન

મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્કુલ ખાતે આવતીકાલે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં નક્ષત્ર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડોક્ટરોની ટિમ સેવા આપવાની છે જેથી મોરબી શહેરના લોકોને લાભ લેવા માટે આયોજકોએ અપીલ કરેલ છે.

મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્કુલ ખાતે આવતીકાલે તા ૧૭ ને રવિવારે ફ્રી નિદાન કેમ્પ રાખવામા આવેલ છે જેમાં નક્ષત્ર હોસ્પીટલનાં ડોકટરોની ટીમમાંથી ડૉ. મહેન્દ્ર ફેફર (ઓર્થોપેડીક & જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જન હાડકા, સાંધા તથા કમરના રોગોના નિષ્ણાંત), ડૉ. બ્રિન્દા ફેફર (પેઇન મેનેજમેન્ટ & ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ જુના દુઃખાવાના સારવારના નિષ્ણાંત),  ડૉ. માધવ સંતોકી (જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જન, પેટ તથા આંતરડાના રોગોના નિષ્ણાંત), ડૉ. વૈશાલી વડનગરા (સદાતીયા) (સ્ત્રી રોગ નિષ્ણાંત, પ્રસુતિ સ્ત્રી રોગ તથા વંધ્યત્વ નિષ્ણાંત), ડૉ. મોનિકા પટેલ (જનરલ ફિઝીસીયન & ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ બી.પી., ડાયાબીટીસ તથા હૃદય રોગોના નિષ્ણાંત), ડૉ. તૃષા મોરડિયા (કસરત વિભાગના નિષ્ણાંત) સેવા આપવાના છે આ કેમ્પ રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્કુલ ખાતે કાલે તા ૧૭ ના રોજ સવારે ૯ થી ૧૧:૩૦ કલાકે સુધી યોજાશે આ કેમ્પમાં દર્દિઓને ફ્રી માં બી.પી. તથા સુગરનો રીપોર્ટ કરી આપવામાં આવશે તેમજ દર્દીઓને BMD (હાડકાની ઘનતા), Biothesiometer Test (નસુની ટેસ્ટ) ફ્રી કરી આપવામાં આવશે. આ કેમ્પમાં દર્દી આવેલ ત્યારે ફાઇલ તથા જુના રીપોર્ટ સાથે લાવવા આયોજકોએ જણાવ્યુ છે અને કેમ્પમાં આવનાર દર્દીઓને રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે અને રજીસ્ટ્રેશન નં. ૦૨૮૨૨ ૨૨૨૨૨૨ અને ૭૫૦૨૦ ૬૨૨૨૨ ઉપર કરાવવાનું રહેશે.




Latest News