હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ટાઉનહોલમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા


SHARE













વાંકાનેરમાં ટાઉનહોલમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા

વાંકાનેરમાં આવેલ ટાઉનહોલમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૪,૧૬૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ટાઉનહોલ પાસે સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાં જુગાર રમતા હોવાની હકીકત મળતા પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા જયેશભાઈ માત્રાભાઈ પરમાર જાતે ભરવાડ (૨૮), અશોકભાઈ દેવાભાઈ ગમારા જાતે ભરવાડ (૨૮), રતાભાઇ માધાભાઈ ગમારા જાતે ભરવાડ (૨૩) અને પરબતભાઈ જીવણભાઈ બાંભવા જાતે ભરવાડ (૨૨) રહે બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૪,૧૬૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા ખાતે રહેતા કિશન રામનાથ નામનો યુવાન પાર્થ પેપર મિલ પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાંથી અકસ્માત થયો હતો જેમાં તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

સુરેન્દ્રનગર જિલ્લાના ઉમરાળાના રહેવાસી વિજયસિંહ બંનેસિંહ (૩૩) નામનો યુવાન મોરબીના લાતી પ્લોટ શેરી નંબર બે માંથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર અકસ્માતે ત્યાં તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News