મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનને પરણિત પ્રેમિકાએ આપી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં રહેતા યુવાનને પરણિત પ્રેમિકાએ આપી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો નોંધાયો

મોરબી નજીકના ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનને પરણીતા સાથે પ્રેમ સંબંધ હતો અને તે પરણીતાએ તથા તેની દીકરી અને તેના જમાઈએ યુવાનને ફોન ઉપર ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પરણીત પ્રેમિકા સહિત ત્રણની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેરના કુંભારપરાના રહેવાસી અને હાલમાં મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા બીપીનભાઈ નટુભાઈ સારેસા (૩૬) નામના યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનીષાબેન મનુભાઈ ચાવડા રહે. પીપળા તાલુકો ધાંગધ્રા તથા અનિતાબેન વાલજીભાઈ પરમાર અને વાલજીભાઈ પરમાર રહે. બંને સાપકડા તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેને મનીષાબેન ચાવડા દ્વારા પોતાના ફોન ઉપરથી ફોન કરીને ગત તા. ૨૪/૨/૨૪ ના રોજ ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે તેમજ મનિષાબેનની દીકરી અનિતાબેન અને મનીષાબેનના જમાઈ વાલજીભાઈ અવારનવાર ફોન કરીને ધમકીઓ આપતા હતા જેથી કરીને હાલમાં ભોગ બનેલા બીપીનભાઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૫૦૭, ૫૦૬ (૨) ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં ફરિયાદી બીપીનભાઈ સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મનીષાબેન ચાવડા સાથે તેને પ્રેમ સંબંધ હતો અને તેની દીકરી અનિતાબેન અને વાલજીભાઈ અવારનવાર તેને ફોન કરીને ધમકીઓ દેતા હતા અને તેની સામે અગાઉ એક પોલીસ ફરિયાદ પણ કરી હતી અને મનીષાબેન દ્વારા તેને મોબાઈલ ફોન ઉપર ફોન કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જે અંગેની પોલીસે હાલમાં ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

ચોટીલા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજથી આગળના ભાગમાં રાજકોટ તરફ જતા હોટલ ન્યુ ડ્રાઇવર વિજય સામેના ભાગમાંથી ચોટીલા તાલુકાના ગઢેચી ગામે મૂળ રહેવાસી અને હાલમાં રાજકોટના કુવાડવા રોડ ઉપર માર્કેટયાર્ડની બાજુમાં આવેલ શિવમ સોસાયટી શેરી નં- ૫ માં રહેતા અનિલભાઈ રઘુભાઈ દેવીપુજક (૨૭) નામનો યુવાન પોતાની છકડો રીક્ષા નંબર જીજે ૩ એક્સ ૩૦૨૯ લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રક નંબર આરજે ૧૪ જીપી ૮૭૨૧ ના ચાલકે તેનો ટ્રક બેફિકરાઈથી ચલાવીને છકડો રિક્ષાને ઠોકર મારી હતી ત્યારે અકસ્માત થયો હતો જેમાં ફરિયાદી તથા તેના પિતા રોડ ઉપર પડી જતા બંનેને શરીરે ઇજાઓ થઈ હતી અને ફરિયાદીના પિતાને માથામાં હેમરાજ જેવી ગંભીર ઇજા થયેલ છે અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક નાશી ગયેલ છે જેથી કરીને હાલમાં યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News