મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી: દીકરીના નણદોયને પ્રેમ કરતી નાની દીકરીનું કાસળ કાઢનારા પિતાની ધરપકડ, માતા-બહેનને પકડવા તજવીજ


SHARE













મોરબી: દીકરીના નણદોયને પ્રેમ કરતી નાની દીકરીનું કાસળ કાઢનારા પિતાની ધરપકડ, માતા-બહેનને પકડવા તજવીજ

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતી સગીરાને પ્રેમ સંબંધ હોય તે મોબાઈલ ફોન ઉપર તેના પ્રેમી સાથે વાત કરતી હતી જે બાબતની જાણ તેની માતાને થઈ જતા તેણે ફોન ઉપર તેની દીકરીને પ્રેમી સાથે વાત કરતા પકડી લીધી હતી અને તેની પાસેથી મોબાઇલ લઈ લીધો હતો અને તેનું સીમકાર્ડ ચાવીને તોડી નાખ્યું હતું ત્યારબાદ રાત્રે સગીરા જ્યારે તેના ઘરે સૂતી હતી ત્યારે સગીરાને પિતાએ તેના પગ પકડી રાખ્યા હતા અને તેનું મોટી બહેને તેના હાથ પકડી રાખ્યા હતા અને તેની માતાએ તેના મોઢા ઉપર ઓશીકું રાખીને મૂંગો દઈ દીધો હતો અને ત્યારબાદ હાથ અને દુપટ્ટા વડે ગળા ટુંપો આપીને તેની હત્યા કરી નાખી હતી જે ગુનામાં હાલમાં આરોપી પિતાની ધરપકડ કરેલ છે

વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતા દિનેશભાઈ ગૌરીદાસ ગોંડલીયા જાતે બાવાજી (૪૪)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ રવિરામભાઈ ગોંડલીયાસુરેખાબેન મહેશભાઈ ગોંડલીયા અને હિરલ મહેશભાઈ ગોંડલીયા રહે. બધા દિઘલીયા વાળાની સામેહત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે આરોપી મહેશભાઈ ગોંડલીયાની દીકરી રીંકલ મહેશભાઈ ગોંડલીયા (૧૬) ની હત્યા તેની માતા, પિતા અને બહેને કરેલ છે જે ગુનામાં પોલીસે આરોપી પિતા મહેશભાઇ ગોંડલીયાની ધરપકડ કરેલ છે અને બાકીના બે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

આ બનાવમાં મૃતક રીંકલ મહેશભાઈ ગોંડલીયાને રાહુલ કાપડીયા નામના મોટી બહેનના નણદોય સાથે પ્રેમ સંબંધ હોય તે તેની સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરતી હતી જે અંગેની તેની માતા સુરેખાબેનને ખબર પડી ગઈ હતી જેથી કરીને તેણે રીંકલને તેના પ્રેમી સાથે મોબાઈલ ફોન ઉપર વાત ન કરવા માટે સમજાવ્યું હતું તેમ છતાં પણ તે ન સમજતા અને તેના પ્રેમી સાથે તે ફોન ઉપર વાત કરતી હતી અને રાત્રિના ત્રણ વાગ્યે રીંકલ પોતાના ઘરે સૂતી હતી ત્યારે તેના પિતા મહેશભાઈ ગોંડલીયાએ તેના પગ પકડી રાખ્યા હતા અને તેની બહેન હિરલ ગોંડલીયાએ તેના બંને હાથ પકડીને તેના પેટ ઉપર બેસી ગઈ હતી અને ત્યારબાદ સુરેખાબેનને રીંકલના મોઢા ઉપર ઓશિકાથી મૂંગો દઈ દીધો હતો અને હાથેથી તથા દુપટ્ટા વડે ગળા ટૂંપો આપીને રીંકલની હત્યા કરી નાખી હતી અને બીજા દિવસે સવારે રીંકલના માતા-પિતા અને બહેને રીંકલને હાર્ટ એટેક આવતા તે મારી ગયેલ છે તેવું કહ્યું હતું

 

આ બનાવમાં પોલીસ અને પરિવારને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે, મૃતક રીંકલ ગોંડલીયાના ગળા ઉપર નિશાન જોવા મળતા હતા જેથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટની હોસ્પિટલે લઈ જવામાં આવી હતી ત્યારે રસ્તામાં રીંકલના માતા-પિતાએ એવી કહ્યું હતું અને રીંકલ સૂતી હતી ત્યારે તે મોટી બહેનના નણદોય રાહુલ મુકેશભાઈ કાપડિયાની સાથે ફોન ઉપર વાત કરતી હતી જેથી તેનું સીમકાર્ડ કાઢીને ચાવીને તોડી નાખ્યું હતું તેને ફોનમાં વાત ન કરવાનું કહીને બધા સૂઈ ગયા હતા અને જો રીંકલ કશુ કરશે તો સમાજમાં મોઢું દેખાડી શકશું નહીં અને હિરલનું ઘર પણ તૂટી જશે તેવી માતાને ચિંતા હતી જેથી કરીને રીંકલની હત્યા કરવાનું નક્કી કર્યું હતું અને રાત્રે ૩ વાગ્યે રીંકલ સૂતી હતી ત્યારે તેને પકડી રાખીને ઓશીકાથી મુંગો દઈ દીધો હતો બાદમાં ગળાટુપો આપીને તેની મારી નાખી હતી જેની મૃતક સગીરાના કૌટુબિક કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાના આ ગુનામાં હાલમાં મૃતક સગીરાના પિતાની ધરપકડ કરેલ છે અને તેની માતા તેમજ બહેનને પકડવા માટે તજવીજ ચાલી રહી છે




Latest News