હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક ઓરડીમાંથી ૧.૫૬૪ કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ


SHARE













વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક ઓરડીમાંથી ૧.૫૬૪ કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ

વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ પેપર મિલની બાજુમાં ખરાબાની જગ્યામાં ઓરડીમાં રહેતી મહિલા પાસે માદક પદાર્થ હોવાની એસઓજીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી ૧.૫૬૪ કિલો ગાંજાનો જથ્થો મળી આવતા ૧૫,૬૪૦ ની કિંમત નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને મહિલા આરોપીની ધરપકડ કરી હતી અને પોલીસે તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે

મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એડીકોન પેપર મીલની બાજુમાં ખરાબાની જગ્યામાં ઓરડી બનાવીને ત્યાં રહેતી વસનબેન સારલા પાસે માદક પદાર્થ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧.૫૬૪ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૫,૬૪૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વસનબેન કરમશીભાઈ ઉર્ફે કલાભાઈ સારલા જાતે કોળી (૬૦) રહે હાલ માટેલ ગામની સીમ એડિકોન પેપરમીલ ની બાજુમાં ખરાામાં માટેલ મૂળ રહે રાપર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળીની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરેલ છે અને આ મહિલા પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તે ક્યાંથી લાવી હતી તે દિશામાં આગળની તપાસ વાકાનેરના પી.એસ.આઇ. પી.કે. સોધમ ચલાવી રહ્યા છે






Latest News