મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા મકનસર પાસેથી અનઅધિકૃતપણે ખનીજ પરિવહન કરતાં ત્રણ વાહનો જપ્ત કરાયા


SHARE









મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા મકનસર પાસેથી અનઅધિકૃતપણે ખનીજ પરિવહન કરતાં ત્રણ વાહનો જપ્ત કરાયા

મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે કામગીરી કરવામાં આવતી હોય છે.તે રીતે જ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામ પાસેથી સાદી માટે અને હાર્ડ મોરમ ભરેલ ત્રણ વાહનોને જપ્ત કરીને તેની પાસે ખનીજ પરિવહનો પરવાનો ન હોય દંડ વસુલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે

સમગ્ર મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી ખનીજ ચોરીઓ થતી હોવાના બનાવો સામે આવે છે. અહીં સામૂહિક અને સાર્વત્રિક રીતે થતી ખનીજી ચોરીને રોકવામાં ક્યાંકને ક્યાંક સ્થાનિક રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ, આરટીઓ વિભાગ તેમજ ખાણ ખનીજ ખાતા ઉણા ઉતરતા હોય તેઓ ઘાટ જોવા મળે છે જેના કારણે સરકારની આવકમાં ગાબડા પડી રહ્યા છે તે નરી હકીકત છે.મોરબી જીલ્લાભરમાં ભારે મોટી માત્રામાં દૈનિક ખનીજ પરિવહન થાય છે છતાં પણ સમયાંતરે કહેવા પૂરતી તેમજ સરકારી પત્રકોમાં કામગીરી બતાવવા માટે કાર્યવાહી થતી હોય તેવો ઘાટ જોવા મળે છે.નવલખી બંદરેથી નવલખી રોડ ઉપર થઈને જે કોલસાના ડમ્પરો બેફામ ગતિએ દોડે છે તેમાં પણ ઓવરલોડિંગ તેમજ અન્ય ગેરકાયદેસર બાબતો જોવા મળે છે.પરંતુ તે તમામ બાબતોને નઝર અંદાજ કરીને એકલદોકલ કેસ કરવામાં આવતા હોય તેવો ઘાટ હાલ સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યો છે.દરમ્યાનમાં મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસેથી ટ્રક ડમ્પર નંબર જીજે ૩૬ વી ૮૦૭૮ ચાલક વિજય વેરસી આંત્રેસા રહે.લીલાપર વાળાને અટકાવીને તેની પાસે તેના વાહનમાં ભરેલ સાદી માટી અંગે પાસ પરમીટ માગવામાં આવ્યા હતા જે ન હોય વાહનને પકડીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું.તે રીતે જ ત્યાંથી નીકળેલ લોડર નંબર જીડે ૩ ઇએ ૧૧૧૨ ના ચાલક ટીંકુ માનસિંગ વસુનીયા રહે.મકનસર વાળાને પણ ખાણ ખનીજના અધિકારી દ્વારા જપ્તી કરવામાં આવી હતી અને વાંકાનેર હાઇવે ઉપરથી જ દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીકથી વાહન નંબર જીજે ૧૩ એડબલ્યુ ૮૫૮૮ ને અટકાવવામાં આવ્યું હતું અને તેને ડ્રાઇવર મુસ્તકીમ મજીદખાન પઠાણ રહે.મોરથરા થાન જિલ્લો સુરેન્દ્રનગર વાળા પાસે તેના વાહનમાં ભરેલ વસ્તુ અંગે પૂછપરછ કરવામાં આવી હતી જોકે તેની પાસે પણ ખનીજ પરિવહનનો કોઈ અધિકૃક પરવાનો ન હોય તે વાહનને પણ પકડીને હાલ ત્રણેય વાહનો તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા અને વાહનોમાં ભરેલ ખનીજ મુજબ દંડ ફટકારવાની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે જે રીતે મોરબી જિલ્લાની અંદર ખનીજ ચોરી થઈ રહી છે તેમાં જવાબદાર વિભાગો દ્રારા પાસેરામાં પુણી સમાન કામગીરી થતી હોય તેવો ઘાટ જોવા મળે છે.જો ઉચ્ચકક્ષાએથી ફલાઇંગ સ્કવોડ દ્વારા સમયાંતરે નિયમિતપણે ચેકિંગ કરવામાં આવે તો સરકારની તિજોરીમાં હજુ પણ વધુ આવક વધી શકે તેમ છે.

સુરજબાગ પાસે મારામારી

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલા સૂરજબાગ નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં સલીમભાઈ ઇસ્માઇલભાઈ રફાઈ (ઉંમર ૪૦) રહે. ખાટકીવાસ પાસે અને મુમતાઝબેન સલીમભાઈ રફાઈ (ઉમર ૨૫) રહે.રેલ્વે સ્ટેશન પાસેને મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે બંનેને સિવિલે લઈ જવા આવ્યા હતા.હોસ્પિટલેથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ તપાસ કરી હતી.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબીના કંડલા બાયપાસ વિપુલભાઈ આવેલ એસારના પંપ પાસેથી બાઈક લઈને જઈ રહેલ શૈલેષભાઈ મગનભાઈ ભુરીયા (ઉમર ૩૦) રહે. હાલ ટંકારા વાળાનું બાઈક ત્યાં દલવાડી સર્કલ પાસે રસ્તામાં સ્લીપ થઈ ગયું હતું.જેથી કરીને ઇજા પામેલ શૈલેષભાઈ ભુરીયાને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા અને બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News