મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જામસર ગામની સીમમાં મંદિરે જાત્રાળુઓ માટે શેડ બનાવવા લવેલ ૪૪ પાઈપની ચોરી


SHARE





માળીયા (મી)ના જામસર ગામની સીમમાં મંદિરે જાત્રાળુઓ માટે શેડ બનાવવા લવેલ ૪૪ પાઈપની ચોરી

માળીયા મીયાણા તાલુકાના જામસર ગામની સીમમાં આવેલ માતાજીએ જાત્રાળુંઑ માટે શેડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ત્યાં લોખંડના ગોળ અને ચોરસ પાઇપ લાવીને મૂકવામાં આવ્યા હતા જે ૪૨ હજાર રૂપિયાની કિંમતના લોખંડના પાઇપની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા માળીયા મીયાણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના હરીપર ગામે રહેતા દેવાભાઈ જીવાભાઇ ડાંગર જાતે આહિર (૭૧)એ હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળિયા તાલુકાના હરીપર ગામમાં જામસરની સીમ બાજુ આવેલ રાજબાઈ માતાજીના મંદિર પાસે જાત્રાળું માટે શેડ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને દાનમાં મળેલ લોખંડના ગોળ ૧૨ પાઇપ તેમજ લોખંડના ચોરસ ૨૪ પાઇપ આમ કુલ મળીને ૪૨ હજાર રૂપિયાની કિંમતના લોખંડના પાઇપ રાજબાઈ માતાજીના મંદિર પાસે મૂકવામાં આવ્યા હતા જે લોખંડના પાઇપની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News