મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકાનાં ગામોને કેનાલથી સિચાઈનું પાણી ન આપવામાં આવે તો આંદોલન


SHARE

















મોરબી-માળીયા તાલુકાનાં ગામોને કેનાલથી સિચાઈનું પાણી ન આપવામાં આવે તો આંદોલન

મોરબી જીલ્લાના માળીયા અને મોરબી તાલુકામાં આજની તારીખે સિંચાઈની સગવડતા વગરના અનેક ગામો આવેલ છે જેને ડેમની કેનાલ દ્વારા પાણી આપવામા આવશે તેવું વિધાનસભાની પેટા ચૂંટણી વખતે કહેવામા આવ્યું હતું જો કે, અફસોસ કે આજની તારીખે તે લોકોને પાણી મળી રહ્યું નથી ત્યારે મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસના પ્રમુખ દ્વારા નર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ મંત્રીને આ મુદ્દે રજૂઆત કરેલ છે

મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસના પ્રમુખ  ભાવેશ બી. સાવરિયાનર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ મંત્રી ઋષિકેશભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે કે, મોરબી જીલ્લામાં ઘણા ગામો આજની તારીખે પણ વરસાદ આધારિત ખેતી ઉપર નિર્ભર છે. આવા ગામોના ખેડૂતો દ્વારા કેનાલની સગવડતા આપવા માટેની માંગણીઓ વારંવાર કરવામાં આવે છે પરંતુ આજની તારીખે પાણી આપવામાં આવ્યું નથી અને તાજેતરમાં મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને જયારે ગુજરાત સરકારમાં મંત્રી બનાવવામાં આવેલ છે. ત્યારે અહીના ખેડૂતોને આશા છે કે હવે તેઓની પાણી માટેની વર્ષો જૂની માંગણીને પૂરી કરવામાં આવશે

મોરબી માળીયા વિધાનસભાની પેટા ચૂંટણી વખતે ચુંટણી પ્રચાર વખતે બ્રિજેશ મેરજાને સાથે લાવ્યા વગર આવેલા આગેવાનો મોહનભાઈ કુંડારિયા તેમજ મગનભાઈ વડાવિયા તેમજ જવાહરભા ચાવડા  દ્વારા આ વિસ્તારના ખેડૂતોને વચન આપવામાં આવેલ હતું કે “તેમોને અમે સિંચાઈનું પાણી કેનાલ દ્વારા અપાવીશું  તમો ભાજપના ઉમેદવારને જીતાડો”  લોકોએ તેઓ ઉપર વિશ્વાસ કરીને મત આપીને ભાજપના ઉમેદવારને જીતાડેલ છે. તો હવે કેનાલ દ્વારા પાણી આપવા મતેજે વચન આપ્યું હતું તે પૂરું કરવામાં આવે તે જરૂરી છે અને જો કેનાલની સુવિધા આપવામાં નહીં આવે તો નાછુટકે ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર  અંદોલન કરવામાં આવશે




Latest News