વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા નજીક સર્જાયેલ અકસ્માતના બનાવમાં બે યુવાનોના જીવ લેનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







હળવદના ચરાડવા નજીક સર્જાયેલ અકસ્માતના બનાવમાં બે યુવાનોના જીવ લેનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

હળવદના ચરાડવા ગામ પાસેથી ડબલ સવારી એકટીવા પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રકની પાછળના ભાગમાં ડબલ સવારી એકટીવા અથડાયું હતું જેથી કરીને બે યુવાનોને ગંભીર ઇજા થયેલ હતી જે પૈકીનાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ઇજા પામેલા એક યુવાનને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં મૃતકના ભાઈએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચ્ક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામ પાસે કેટી મિલ નજીક રસ્તા ઉપરથી ડબલ સવારી એક્ટિવા પસાર થઈ રહ્યું હતું ત્યારે ધૂળની ડમરીના કારણે આગળ જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં એક્ટિવા ઘૂસી ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં એકટીવા ઉપર જઈ રહેલા બે યુવાનોને ગંભીર ઈજા થઈ હતી અને તે પૈકીના સાકરીયા જયરાજભાઇ દેવશીભાઈ (૨૮) રહે. આણંદપુર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કેએકટીવા ઉપર બેઠેલા રાજેશસિંગ પઠાણસિંગ (૨૬) રહે. મૂળ આગ્રા યુપી હાલ રહે. ચરાડવા વાળાનું ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક સાકરીયા જયરાજભાઇના ભાઈ મહેશભાઇ દેવશીભાઈ (૨૮) રહે. હળવદ વાળાએ હાલમાં ટ્રક નંબર આરજે ૫૨ જીએ ૯૧૨૯ ના ચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News