મોરબીમાં અન્ય પુરુષ સાથે સંબંધ ધરાવતી પત્નીને છૂટાછેડા આપવાનો કહેનારા યુવાન અને તેના માતા-પિતાને ધમકી
SHARE
મોરબીમાં અન્ય પુરુષ સાથે સંબંધ ધરાવતી પત્નીને છૂટાછેડા આપવાનો કહેનારા યુવાન અને તેના માતા-પિતાને ધમકી
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ શકિત પ્લોટ વિસ્તારની અંદર પવનસુત એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને હાલમાં તેની પત્નીની સામે તેને ભુંડા બોલી ગાળો આપીને ફોન ઉપર ધમકી આપતી હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ શક્તિ પ્લોટ વિસ્તાર પવનસુત એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 601 માં રહેતા અશ્વિનભાઈ હર્ષદભાઈ હેલૈયા (ઉંમર 28) એ તેની પત્ની શિવાંગીબેનની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેને પોતાની પત્નીના અન્ય પુરૃષ સાથે આડા સંબંધ હોવાની જાણ થતા પોતાની પત્નીને છૂટાછેડા આપવા માટે કહ્યું હતું અને તે શિવાંગીને સારું નહીં લાગતા તેણે અવારનવાર ફરિયાદી યુવાનને તથા તેના માતા પિતાને ફોન કરીને ફોન ઉપર ગાળો આપીને એમનેમ છૂટાછેડા નહીં આપું તેમ કહીને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને ફોન ઉપર થાય તે કરી લેવા માટે પણ ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને તેની પત્નીની સામે હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવાન સારવારમાં
ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતો દિપેશભાઈ પરસોતમભાઈ વડાલીયા નામનો ૪૮ વર્ષીય યુવાન કોઈ કારણોસર તેના ઘેર ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યારે ટંકારા તાલુકાના જ વીરપર ગામે રહેતી કાલીબેન કમલેશભાઈ ગુડીયા નામની ૨૮ વર્ષીય મહીલા બાઈકમાં બેસીને જતી હતી ત્યારે બાઇક સ્લીપ થઇ જતા તેણીને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. તો મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ઓમકાર રેસીડેન્સી નજીક ઘરે થયેલ મારામારીના બનાવમાં રેખાબેન લાડુભાઈ નામની ૩૭ વર્ષીય મહિલાને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાઇ હતી.
વાહન અકસ્માતમાં બેને ઈજા
મોરબીના કંડલા બાયપાસ ઉપર ગાયત્રી આશ્રમથી રાજા પાણીના કારખાનાની વચ્ચેના ભાગે બાઈકમાં જઈ રહેલા અનિલ રમેશ માલણીયા (૧૭) અને અજય રામજી માલકીયા (૧૭) નામના બે યુવાનોને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં બંનેને આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને બંનેને વધુ માટે રાજકોટ લઇ જવાયા હતા.