વાંકાનેરમાં બંધ મકાનના તાળા તોડીને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી 1,12,000 ની ચોરી
SHARE
વાંકાનેરમાં બંધ મકાનના તાળા તોડીને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી 1,12,000 ની ચોરી
વાંકાનેર ચંદ્રપુરમાં આવેલ ગુલશન પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા યુવાનના બંધ મકાનને અજાણ્યા તસ્કરે નિશાન બનાવ્યું હતું અને મકાનના તાળા તોડીને ઘરની અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને એક લાખ બાર હજારના મુદામાલની ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેરના ચંદ્રપુર વિસ્તારમાં આવેલ ગુલશન પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મકબલ અબ્દુલભાઇ મેસાણીયા (37) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બનાવની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના બંધ મકાનના તાળા તોડીને અજાણ્યા શખ્સોએ તેના ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ કબાટમાં રાખેલો રોકડા 40000 રૂપિયા તેમજ સોના-ચાંદીના જુદાજુદા દાગીના આમ કુલ મળીને ઘરમાંથી એક લાખ બાર હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી કરીને પોલીસે ફરિયાદ લઈને ઘરમાં ચોરી કરનારા શખ્સોને પકડવા માટે હાલમાં જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે.