મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મતદાન જાગૃતિ અભિયાન:વાંકાનેરની કે.કે. શાહ વિદ્યાલયમાં ચૂંટણી પ્રક્રિયાનું કર્યું પ્રત્યક્ષ નિદર્શન


SHARE







મતદાન જાગૃતિ અભિયાન:વાંકાનેરની કે.કે. શાહ વિદ્યાલયમાં ચૂંટણી પ્રક્રિયાનું કર્યું પ્રત્યક્ષ નિદર્શન

લોકસભાની ચૂંટણી - ૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લામાં લોકોને મતદાન માટે જાગૃત કરવા તેમજ ચૂંટણી પ્રક્રિયા અંગે વાકેફ કરવા માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં વાંકાનેર મામલતદારશ્રી યુ.વી. કાનાણીના નેતૃત્વમાં વાંકાનેરમાં આવેલી કે.કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં ધોરણ ૯ અને ૧૧ ના ૧૨૨ વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ચૂંટણી પ્રક્રિયાનું નિદર્શન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ નિદર્શન કાર્યક્રમ અંતર્ગત મોક ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર યાદી તૈયાર કરવીમતદાન મથક તૈયાર કરવુંમતદાન અધિકારીઓને તાલીમ આપવી તેમજ મતદાનની સમગ્ર પ્રક્રિયા સહિતની કામગીરી કરવામાં આવી હતી. બાળકોમાં વિદ્યાર્થી જીવન દરમિયાન જ ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃતતા આવે અને આ બાળકો સહિત તેમના પરિવારજનો પણ મતદાન અને ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃત બને તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને શાળાના ૧૨૨ વિદ્યાર્થીઓએ આ આયોજનમાં ભાગ લીધો હતો. અને મતદાન જાગૃતિ અંતર્ગતના આ કાર્યક્રમમાં વાંકાનેર મામલતદાર યુ.વી. કાનાણીનાયબ મામલતદાર મન્સુરીશાળાના પ્રમુખશાળાના આચાર્ય નિલેશભાઈ ધોકિયા તેમજ સમગ્ર સ્ટાફે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.






Latest News