વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં મારા મારીની જુદીજુદી પાંચ ઘટના: ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર


SHARE







મોરબી શહેર-તાલુકામાં મારા મારીની જુદીજુદી પાંચ ઘટના: ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર

મોરબી શહેર અને તાલુકામાં મારા મારીની જુદીજુદી પાંચ ઘટના બની હતી જેમાં ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ઇજા પામેલા લોકોને સારવાર આપવામાં આવ્યા બાદ સ્થાનિક પોલીસ મથકોમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી

મારા મારીમાં ઇજા
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ સોમનાથ પાર્કમાં રહેતા યસ નરેશભાઈ વિડજા (૨૪) નામના યુવાનને કેસર મેરેજ હોલ પાસે ન્યારાના પેટ્રોલ પંપ નજીક રમતના મેદાનમાં મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અજાણ્યા લોકો દ્વારા તેની સાથે બોલોચાલિત ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હતો તેથી ઇજા પામેલા યુવાનને સારવાર આપીને બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

માર માર્યો
મોરબીમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ વિદ્યુતનગરના ઢાળ પાસે રહેતા મેનાબેન મયુરભાઈ મકવાણા (૩૦) નામની મહિલાને તે ઘરે હતી ત્યારે ઘરે માર મારવામાં આવતા તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર તપાસ ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ લાઇન્સનગરમાં રહેતા નિલેશ માધાભાઈ મકવાણા (૩૦) નામના યુવાનને મોરબીના પંચાસર રોડ ઉપર મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

માર માર્યો
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા વિજયભાઈ માધાભાઈ સતાપરા (૨૦) નામના યુવાનને જીઆઇડીસીમાં આવેલ સંધ્યા ડેકોર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

માર માર્યો
મોરબીમાં રફાળેશ્વર  જીઆઇડીસી પાસે રહેતા ગીરીશભાઈ કોયમપ્રસાદ ધોબી (૨૭) નામના યુવાનને રફાળેશ્વર પોલીસ ચોકી પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે






Latest News