હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જીમીત પટેલના ગોડાઉન સુધી કરોડોનો દારૂ-બીયર પહોચાડનાર ભાગીદાર ભરત મારવાડી જેલ હવાલે: લોકલ બુટલેગરોની શોધખોળ


SHARE













મોરબીમાં જીમીત પટેલના ગોડાઉન સુધી કરોડોનો દારૂ-બીયર પહોચાડનાર ભાગીદાર ભરત મારવાડી જેલ હવાલે: લોકલ બુટલેગરોની શોધખોળ

મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનમાંથી ૧.૫૧ કરોડ રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો અને ત્યારે ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે ગુનામાં મુખ્ય આરોપીઓને પકડવાનો હજુ પણ બાકી છે અને જીમીત પટેલના ભાડે રાખેલા ગોડાઉન સુધી દારૂ અને બિયરનો જથ્થો આપનાર તેના ભાગીદાર ભરત મારવાડીની ધરપકડ કરીને રિમાન્ડ લીધા હતા જે રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને મોરબી જિલ્લા સહિતના સ્થાનિક કુખ્યાત બુટલેગરના તાર પણ ગોડાઉન સાથે જોડાઈ તેવી શક્યતા છે જેથી તેને શોધવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનને ભાડે રાખીને અમદાવાદનો લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ તેના રાજસ્થાનના કુખ્યાત બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સાથે ભાગીદારી દારૂનો ધંધો કરતો હતો અને ત્રણ જીલ્લામાં દારૂની સપલાઈ કરવામાં આવી રહી હતી આ ગુનામાં પોલીસે રેડ કરી હતી ત્યારે ગોડાઉનના મેનેજર રમેશ પુંજા પટણી અને ત્યાં કામે રાખવામા આવેલ મજૂરો સહિત કુલ ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને માલ મંગાવનારા જીમિત શંકરભાઈ પટેલ સહિત કુલ મળીને ૨૧ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો અને જે સમયે લાલપર ગામે રેડ કરી હતી ત્યારે ૧,૫૧,૧૦,૩૪૦ ની કિંમતની ૬૧૧૫૨ દારૂની બોટલ સહિત કુલ મળીને ૨,૨૦,૯૦,૪૪૦ નો મુદામાલા કબ્જે કર્યો હતો આ ગુનામાં હજુ અમદાવાદનો બુટલેગર જીમિત પટેલ પકડવાનો બાકી છે

આ ગુનામાં તપાસનીસ અધિકારી દ્વારા અત્યાર સુધીમાં ક્રમશઃ યુવરાજસિંહ પરમાર, કલ્પેશ જયંતિભાઈ અઘારા, આસિફ મન્સૂર મીર અને મેહુલ ઉર્ફે જગો ઉર્ફે ટાલો ગોવિંદભાઇ સાબરિયાની ધરપકડ કરી હતી ત્યાર બાદ આ ગુનામાં આરોપી ભરત ઉર્ફે વિજયભાઈ જીવરાજભાઈ ઉડેચા જાતે ઠક્કર (૪૭) રહે. બાખાસર તાલુકો સેડવા બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને આ આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને હાલમાં કોર્ટમાં રજૂ કરીને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જીમીત પટેલના ગોડાઉનમાં જે દારૂનો જથ્થો મળી આવ્યો હતો તે તેના રાજસ્થાનના બે ભાગીદાર અને કુખ્યાત બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડીએ મોકલવ્યો હોવાનું જે તે સમયે જ સામે આવ્યું હતું

તે ભરત મારવાડી એટ્લે કે ભરત ઉર્ફે વિજયભાઈ જીવરાજભાઈ ઉડેચાને જેલ હવાલે કરેલ છે અને આ શખ્સને પંજાબ અને રાજસ્થાનમાં સંપર્ક કરીને ત્યાંથી ગુજરાતમાં દારૂ લાવતા હોવાનું સામે આવ્યું હતું વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી ભરત ઉર્ફે વિજયભાઈ ઉડેચાને એક ગાડી દારૂ આવે એટ્લે તેને એક પેટી ઉપર કમિશન પેટે રૂપિયા આપવામાં આવતા હતા અને અંદાજે એક ગાડીએ એક લાખ જેટલું કમિશન મળતું હતું જેથી તે આ ગોરખધંધો કરતો હતો અને આ નેટવર્કમાં મોરબી જિલ્લાના બીજા પણ સ્થાનિક કુખ્યાત બુટલેગરો સંડોવાયેલ હોવાની માહિતી સામે આવી રહી છે ત્યારે આ બુટલેગરોને પકડવા માટેની તજવીજ ચાલુ છે અને આગામી દિવસોમાં હજુ કેટલાક આરોપીઓને પકડવામાં આવે તેવી શક્યતા છે

મહિલા સારવારમાં
મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા રીનાબેન સચીનભાઈ માંડલિયા જાતે સોની નામની ૪૦ વર્ષીય મહિલાને તેના જેઠ જેઠાણી દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ સાથે તેઓ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી.એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી તેઓના જણાવ્યા પ્રમાણે રીનાબેનના જેઠ પ્રકાશભાઈ અમૃતભાઈ માંડલિયા અને જેઠાણી ભારતીબેન દ્વારા તેઓને માર મારવામાં આવ્યો હોવાની રીનાબેનએ ફરિયાદ કરી હતી.

વાહન અકસ્માતમાં ઘવાયેલ મહિલા સારવારમાં
મોરબીના ખત્રીવાડ વિસ્તારની શેરી નંબર ૩ માં ચામુંડા કૃપામાં રહેતા રિયાબેન શૈલેષભાઈ ડોડીયા નામના ૪૦ વર્ષીય મહિલા ઘરેથી કામ સબબ બહાર જતા હતા તે સમયે રસ્તામાં દરબારગઢ વાઘેશ્વરી માતાજીના મંદિર પાસે વહેલી સવારે સાતેક વાગ્યે કોઈ પશુએ તેઓને હડફેટ લીધા હતા જેથી માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજાઓ સાથે તેઓને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા હોસ્પિટલમાંથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલે નોંધ કરી તપાસ કરી હતી.






Latest News