મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન મોરબી શહેર, માળીયાના જૂના દેવગઢ અને વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગારની 4 રેડમાં 3  મહિલા સહિત કુલ 24 પકડાયા હળવદ: ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા પાછા આપવાની ચિંતામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત ટંકારાના મિતાણા નેકનામ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરવા ટકોર


SHARE





મોરબી જીલ્લામાં મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરવા ટકોર

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણી અન્વયે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને મતદાન માટે જાગૃત કરી મતદાન વધારવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા ખર્ચ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે બેઠક યોજી મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયાનો વધુને વધુ ઉપયોગ કરવા જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીએ મતદાન જાગૃતિ માટે ચૂંટણી તંત્ર હેઠળ પ્રભાવક કામગીરી કરવામાં આવે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર મતદાન જાગૃતિ અંગે વધુને વધુ પ્રચારની કામગીરી કરી લોકોને અવશ્ય મતદાન કરવા અંગેનો સંદેશો પહોંચાડવામાં આવે તે માટે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો યોગ્ય રીતે ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં એમ.સી.સી. નોડલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવીસોશિયલ મીડિયા એક્સપર્ટ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી. કુગસિયાસ્વીપ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતાબેન મહેતાનાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર તેમજ મોરબી જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News