મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે
Breaking news
Morbi Today

હળવદમાં જિલ્લા યુવા ભાજપના મહામંત્રીના જન્મ દિવસે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન


SHARE





હળવદમાં જિલ્લા યુવા ભાજપના મહામંત્રીના જન્મ દિવસે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન

મોરબીની આયુષ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૮ ને રવિવારના રોજ હળવદ ખાતે આ મેગા મેડિકલ કેમ્પ રાખવામા આવેલ છે

હળવદના સેવાભાવી અને જીવદયા પ્રેમી તેમજ ગૌસેવક તથા મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે આયુષ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના સહયોગથી  ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને હળવદમાં આવેલ સરા રોડ પર શિશુ મંદિર પાસેના આઇટીઆઇ કેમ્પસની એચઇસી સ્કૂલ ખાતે આગામી તા. ૨૮ એપ્રિલને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દર્દીઓને ફ્રી દવાઓ, એક્સ-રે, ઈસીજી, આરબીએસ સહિતની સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે. આ કેમ્પમાં કાર્ડિયોલોજી, ઓર્થોપેડિક, ન્યૂરો સર્જન, જનરલ સર્જન, યુરોલોજીસ્ટ, ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રિક, પ્લાસ્ટિક સર્જન તબીબો ઉપસ્થિત રહીને દર્દીઓના દર્દનું નિદાન કરશે આ કેમ્પમાં વિશ્વ હિન્દુ પરિષદ, પાટીયા ગ્રુપ, છોટાકાશી હળવદ સેવા ગ્રુપ, ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ, યુવા ભાજપ, ધર્મ પ્રેમી સેવા મંડળ, હળવદ એજ્યુકેશન સોસાયટી, સરસ્વતી શિશુ મંદિરનો સહયોગ મળશે ત્યારે આ કેમ્પનો લોકોને લાભ લેવા માટે અપીલ કરેલ છે




Latest News