મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે માળીયા મીંયાણાની દેવસોલ્ટ કંપની દ્વારા બાળકો સાથે રાષ્ટ્રીય પર્વની ખુશી વહેંચવામાં આવી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ પકડાવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહીં આપવાના કેસમાં કોર્ટે રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ મોરબી મનપાની ટીમે છેલ્લા એક અઠવાડીયામાં 92 જેટલા રઝડતા ઢોર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ચૌદ દિવસીય સિદ્ધ સમાધી યોગ SSY શિબિરનું આયોજન


SHARE











મોરબીમાં ચૌદ દિવસીય સિદ્ધ સમાધી યોગ SSY શિબિરનું આયોજન

હમણાં હમણાં ઘણા નાના બાળકો, યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ચૌદ દિવસીય ધ્યાન શિબિર આગામી તા.૧૨/૫ ને રવિવારથી સાંજે ૭:૦૦ વાગ્યાથી પ્રારંભ થઈ રહી છે, જેમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ, યોગાસન, આંતરિક સમજણ, સદા આંનદમાં રહેવાની કળા, સરળ અને ઝડપી રીત છે પંચકોષ શુદ્ધિકરણપોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) નામે પ્રચલિત છે,

SSY ની શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છે, યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે મોરબીના જાણીતા યોગ ટીચરના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા  માનવ જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું  પ્રાપ્ત કરવા  શિબિરમાં જોડાવા અને જીવનને યોગમય, પ્રાણાયામમય બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. સમગ્ર જગતના લોકોએ પણ ભારતની ઋષિ પરંપરા એવા યોગનો સ્વીકાર કર્યો છે ત્યારે સ્વામિનારાયણ સંસ્કાર ધામ મોરબી ખાતે તા. ૧૨/૫ રવિવારથી શિબિર શરૂ થશે જેમાં જાણીતા યોગ ટીચર માર્ગદર્શન હેઠળ દશ દિવસ સુધી મોરબી ખાતે યોગ અને પ્રાણાયામ ખુબજ વ્યવસ્થિત રીતે, સાયન્ટિફિક રીતે સિસ્ટમેટિક રીતે દદરોજ ત્રણ કલાક જ્ઞાન મેળવવા, યોગ પ્રાણાયામ શીખવા તેમજ સરળ અને સમૂહ જીવન જીવવામાં આનંદ, શારીરિક-માનસિક તંદુરસ્તી, સંબંધોમાં સુમેળ સાધવા, નિર્ણય લેવાની આંતરિક સૂઝ, જીવન જીવવાની સાચી રીતેનું ભાથું પ્રાપ્ત કરવા SSY શિબિરમાં જોડાવવા નવનીતભાઈ કુંડારિયા (૯૮૨૫૨૨૪૮૯૮) અને ધ્રુવ દેત્રોજા (૯૯૧૩૧૧૧૨૦૨) ના મોબાઈલ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે.






Latest News