મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો બોલ માડી અંબે, જય જગદંબે: મોરબીથી અંબાજી સુધી 355 કિલો મીટરની પદયાત્રાએ અંબિકા પદયાત્રા સંઘ રવાના વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા રજૂઆતો કરનારા ગામના સરપંચ અને તેના પુત્ર ઉપર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો વાંકાનેરના ધમલપર નજીક કારખાનામાં લોખંડનો ટાંકો માથે પડતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓ અને ભામાશાઓનુ સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપ્રભુજીની બેઠક ખાતે વૈશ્વાનર વિભુનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે


SHARE





મોરબીમાં મહાપ્રભુજીની બેઠક ખાતે વૈશ્વાનર વિભુનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

મોરબીમાં સામાકાંઠે એલ.ઇ. કોલેજની બાજુમાં મહાપ્રભુજીની બેઠક આવેલ છે ત્યાં આગામી તા. ૪/૫ ના દિવસે વૈશ્વાનર વિભુના ૫૪૭ મો પ્રાગટ્ય દિવસ ઉજવાશે તેમાં સમસ્ત વૈષ્ણવ સમાજને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે

મોરબીમાં મહાપ્રભુજીની બેઠક આવેલ છે ત્યાં પુષ્ટિ માર્ગના આરાધ્ય વૈશ્વાનર વિભુના ૫૪૭ માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને આગામી ચૈત્ર વદ-૧૧ ને તા. ૪ શનિવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈશ્વાનર વિભુના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થવાની છે જેમાં સવારે ૭:૦૦ વાગ્યા જાગ્યાના દર્શન, સવારે ૭:૩૦ કલાકે મંગળા દર્શન, ૧૦:૦૦ કલાકે શ્રીંગાર દર્શન, ૧૦:૧૫ કલાકે પલના દર્શન, બપોરે ૧:૦૦ કલાકે રાજભોગ દર્શન થશે. આ પ્રાગટ્ય પર્વ મહોત્સવ નિમિત્તે સવારે ૭:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી અને ૩:૩૦ થી ૬:૩૦ સુધી ઝારી ચરણ સ્પર્શ થશે. અને તિલક દર્શન તથા નંદ મહોત્સવ બપોરે ૪:૦૦ કલાકે યોજાશે. અને ધાર્મિક મહોત્સવમાં સમસ્ત વૈષ્ણવ સમાજને આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News