હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે માળીયા મીંયાણાની દેવસોલ્ટ કંપની દ્વારા બાળકો સાથે રાષ્ટ્રીય પર્વની ખુશી વહેંચવામાં આવી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ પકડાવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહીં આપવાના કેસમાં કોર્ટે રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ મોરબી મનપાની ટીમે છેલ્લા એક અઠવાડીયામાં 92 જેટલા રઝડતા ઢોર ઝડપાયા મોરબીના સિરામિક ઉદ્યોગને નવી ટેકનૉલોજિ અને દિશા આપશે ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026: હરેશભાઈ બોપલિયા મોરબીની આયુષ હોસ્પિટલમાં 90 વર્ષના દર્દીની સફળ સારવાર કરીને નવજીવન આપ્યું
Breaking news
Morbi Today

વ્યાજખોરોનો ત્રાસ પોલીસ પરિવાર સુધી પહોચ્યો: પોલીસમેનના માતા-પિતાએ જીવન ટૂંકાવ્યું


SHARE











વ્યાજખોરોનો ત્રાસ પોલીસ પરિવાર સુધી પહોચ્યો: પોલીસમેનના માતા-પિતાએ જીવન ટૂંકાવ્યું

રાજકોટમાં હવે વ્યાજખોરોનો ત્રાસ પોલીસ પરિવાર સુધી પણ પહોંચી ગયો છે. વ્યાજંકવાદના વમણમાં પોલીસમેનના માતા-પિતાનો આપઘાત કરતા ચકચાર મચી છે. રાજકોટ શહેર પોલીસમાં હાલ સ્પેશ્યલ બ્રાંચના ચૂંટણી સેલમાં ફરજ બજાવતા મિલનભાઈ ખુંટના પિતા નિલેશભાઈ અને માતા ભારતીબેને ટંકારા તાલુકાના છત્તર ગામે પ્રાથમિક શાળા પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ મૃતક દંપતી હડાળા ગામે રહેતા હતા. અને રાજકોટમાં પુનિતનગર ટાંકા પાસે મકાઈના ડોડાની રેકડી રાખી વેપાર કરતા હતા.

બનાવની વિગત મુજબ, નિલેશભાઈ મનસુખભાઈ ખુંટ (૪૫) અને તેના પત્ની ભારતીબેન (૪૩)એ ગઈકાલે બપોરે બે વાગ્યે ટંકારાના છત્તર ગામમાં આવેલી પ્રાથમિક શાળા નજીક ઝેરી દવા પી લીધી હતી. અને કોઈએ દંપતીને જોઈ લેતા ૧૦૮ ને જાણ કરી હતી જેથી કરીને ૧૦૮ ની ટિમ ત્યાં પહોચી હતી અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેઓને લઈને આવ્યા હતા ત્યાં બંનેના મોત નીપજયાં છે આ બનાવની જાણ થતાં ટંકારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવેલ હતો અને બંનેના મૃતદેહ પીએમ અર્થે ખસેડયા હતા. અને એલઆરડી તરીકે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મિલનભાઈ મૃતક દંપતીના એક માત્ર સંતાન છે. જેને જાણ થતાં તે પણ સગા સંબંધી અને પરિવાર સાથે હોસ્પિટલે દોડી આવેલ હતા અને પ્રાથમિક તબક્કે નિલેશભાઈને આર્થિક સંકળામણ હતી. તેણે કોઈ વ્યાજખોર પાસેથી રૂપિયા લીધેલા હતા અને તેના ત્રાસથી દંપતીએ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અને મૃતક દંપતી હડાળા ગામે રહેતા હતા અને રાજકોટમાં પુનિતનગર ટાંકા પાસે મકાઈના ડોડાની રેકડી રાખી વેપાર કરતા હતા

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, બનાવ બન્યા પછી ટંકારા પોલીસનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. અત્રે મૃતકના પુત્ર મિલનભાઈનું નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી. હાલ માતા-પિતા ગુમાવનાર મિલન આઘાતની સ્થિતિમાં હોય, અંતિમ વિધિ પૂર્ણ કરી નિવેદન આપશે તેમ જણાવતા, પોલીસે નોંધ લઈ આગળની કાગળ કાર્યવાહી કરી હતી. અને મિલનભાઈએ પત્રકારને જણાવ્યું હતું. કે, તેમના પિતાના મોબાઈલમાં વિગતો હોય શકે છે. તેનો લોક ખોલવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત મોબાઈલ કોલ ડિટેઇલ્સ પણ મેળવી તેમાંથી આરોપીઓના નામ મળે તેવી સંભાવના છે. જેથી કરીને ટંકારા પોલીસ સ્ટેશને મરવા મજબૂર કર્યા અને મની લેન્ડ એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે વધુમાં નિલેશભાઇએ એવું પણ જણાવ્યુ હતું કે ગત સોમવારે તેમને તેના પિતા નિલેશભાઈનો ફોન આવ્યો હતો ત્યારે તેઓએ કહ્યું હતુ કે, વ્યાજખોરો ખૂબ દબાણ કરે છે. હવે પ્રેશર વધી ગયું છે.






Latest News