મોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા સર્વરોગ નીદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબીના શનાળામાં રાજપૂત સમાજ-વનાળિયામાં ભટ્ટ પરિવાર દ્વારા હવન-યજ્ઞનું આયોજન
SHARE









મોરબીના શનાળામાં રાજપૂત સમાજ-વનાળિયામાં ભટ્ટ પરિવાર દ્વારા હવન-યજ્ઞનું આયોજન
રાજપૂત સમાજ તરફથી શક્ત શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા ૩૨ વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિની આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજ દ્વારા ૩૩ માં વર્ષે હવન-યજ્ઞાદિની આયોજન કરવામાં આવ્યું છે જો કે, કોરોનાને ધ્યાનમાં રાખીને ધર્મસભા અને પ્રસાદ મોકૂફ રાખવામા આવેલ છે
મોરબી તથા ટંકારા તાલુકામાં વસતાં ઝાલા રાજપૂત સમાજ તરફથી શક્ત શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે છેલ્લા ૩૨ વર્ષથી શરદ પૂનમનાં દિવસે હવન-યજ્ઞાદિની આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરંપરા મુજબ તા. ૨૦ ને બુધવારના રોજ હવન યજ્ઞાદિનું આયોજન કરેલ છે જેમાં યજમાન પદે અર્જુનસિંહ વનરાજસિંહ ઝાલા, અજયસિંહ પ્રવિણસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ દાનુભા ઝાલા સાદુળકા (તારાપર) નસીતપર રાજપર બેસસે અને હવન-યજ્ઞાદિ સવારે ૭:૩૦ થી ૧૨:૩૦ કલાક સુધી ચાલશે જો કે, દરવર્ષે ધર્મસભા અને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે અને સરકારની ગાઇડલાઇન મુજબ ધર્મસભા અને પ્રસાદ મોકુફ રાખેલ છે ત્યારે સમાજના દરેક ભાઈઓ બહેનોએ માતાજીના દર્શન અને હવન દર્શનનો લાભ લેવા માટે આવવા સંસ્થાના પ્રમુખ બાપાલાલસિંહ જે. ઝાલા (રતનપર), ઉપપ્રમુખ લાલુભા બી. ઝાલા (કેરાળા) અને મંત્રી યુવરાજસિંહ ડી. ઝાલા (શકત શનાળા)એ જણાવ્યુ છે
ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાશે
મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે શરદ પૂનમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ આસપાસના ગામોમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહે છે. આવતીકાલે ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળામાતાજીના વનાળીયા(શારદાનગર) મુકામે આવેલા મંદિરે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યજમાન તરીકે રમેશચંદ્ર શાંતિલાલ ભટ્ટ બેસવાના છે આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ ભટૃ, જે.પી.ભટૃ સહિતના ભટ્ટ પરિવારના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે
