મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવનું આયોજન
SHARE
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવનું આયોજન
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ મંદિર ખાતે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બુધવારે રાત્રીના ૯ કલાકે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પરશુરામ ધામ ખાતે તમામ ભૂદેવ પરિવારોને ગરબે ઘુમવા માટે આવવા આયોજકોએ નિમંત્રણ આપેલ છે
મોરબી પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ નીરજભાઈ ભટ્ટ, મહામંત્રી ધ્યાનેશભાઈ રાવલ અને મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોષીએ જણાવ્યુ છે કે, દર વર્ષે પરશુરામ ગ્રૂપ દ્વારા શરદોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે તા ૨૦ ને બુધવારે રાતે ૯ કલાકે રસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બ્રહ્મસમાજના દરેક પરિવારોને તેનો લાભ લેવા માટે નિમંત્રણ આપ્યું છે અને આ શરદોત્સવને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ, મોરબી સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવાર, બ્રહ્મવિકાસ પરિષદ, પરશુરામ ધામ મોરબી, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ બ્રહ્મપૂરી પરિવાર અને ગાયત્રી પરિવાર સહિતની સંસ્થાઑના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે