માળીયા(મી) પોલીસે સી.સી.ટીવી કેમેરાની ચોરાઉ બેટરીઓ-ઇન્વેટરો સાથે શીકારપુરના બે શખ્સને દબોચ્યા
SHARE
માળીયા(મી) પોલીસે સી.સી.ટીવી કેમેરાની ચોરાઉ બેટરીઓ-ઇન્વેટરો સાથે શીકારપુરના બે શખ્સને દબોચ્યા
મોરબી કચ્છ નેશનલ હાઇવે પરના લોકોની સલામતી માટે સી.સી.ટીવી મૂકવામાં આવેલ છે જો કે, આ કેમેરાની બેટરીઓ તથા ઇન્વેટરોની ચોરી કરતી ગેંગને આજે માળીયા(મી) પોલીસે પકડી પડેલ છે અને બે શખ્સોને ચોરાઉ બેટરીઓ તથા ઇન્વેટરો તેમજ કાર મળીને ૪,૩૮,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પડ્યા છે અને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના મુજબા માળીયા તાલુકા પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા તેની ટિમ કામ કરી રહી છે ત્યારે પીએસઆઈને મળેલ હકિકત આધારે હાઇવે રોડ પર હરિપર ગામના પાટીયા પાસેથી પસાર થતી આઈ -૨૦ કાર નંબર જીજે ૩ ઇસી ૪૭૨૨ શંકમંદ હાલતમાં મળી હતી અને ગાડીની તપાસ કરતા બે ઇસમો તથા ગાડીમાંથી ૨૦ બેટરીઓ તથા ૧૦ ઇન્વેટર સાથે મળી આવ્યા હતા જેથી તેના બિલ કે આધાર પુરાવા માંગ્યા હતા અને મુદામાલને સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરીને ઉપેન્દ્રભાઇ મુરજીભાઇ સુથાર જાતે સુથાર (ઉ.૩૪) રહે. શીકારપુર પટેલવાસ ભચાઉ જિલ્લો કચ્છ અને ઉમરદીનભાઇ અવેશભાઇ જીએજા જાતે મુસ્લીમ (ઉ.૩૨) રહે. શીકારપુર રબારીવાસ ભચાઉ જીલ્લો કચ્છ વાળાની અટક કરી હતી
આ બન્ને આરોપીઓને વિશ્વાસમા લઇ ઉડાણ પૂર્વક પુછપરછ કરતા બન્ને ઇસમોએ નેશનલ હાઇવે રોડ પર રહેલ સી.સી.ટી.વી કેમેરામાં લાગેલ બેટરીઓ તથા ઇન્વેટરોની રાત્રીના સમયે અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલાની કબુલાત આપેલ હતી જેથી સુરજબારી નેશનલ હાઇવે ટોલટેકસના મેનેજરને જાણ કરી હતી અને તેઓને બોલાવી પુછતા નેશનલ હાલવે રોડ પર અલગ અલગ જગ્યાએ સી.સી.ટી.વી કેમેરાની બેટરીઓ તથા ઇન્વેટરોની ચોરીઓ થયેલાનુ સામે આવ્યું હતું અને તેઓને બેટરી તથા ઇન્વેટર બતાવતા તેમનાજ હોવાનુ તેઓએ કહ્યું હતું જેથી ધોરણસરની ફરીયાદની કાર્યવાહીની તજવીજ કરેલ હતી આમ નેશનલ હાઇવે ઉપર કેમેરાની બેટરીઓ તથા ઇન્વેટરોની ચોરી કરતી ગેંગને બેટરીઓ, ઇન્વેટરો અને કાર મળીને ૪,૩૮,૦૦૦ ના મુદામાલ સાથે માળીયા મીયાણા પોલીસે પકડી પાડેલ છે આ કામગીરી પીએસઆઈ એન.એચ.ચુડાસમા તેમજ ક્રિપાલસિહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, જયપાલભાઇ લાવડીયા તથા મહેન્દ્રસિંહ ચુડાસમાએ કરેલ છે