વાંકાનેરના સરતાનપરમાંથી ગુમ થયેલ દીકરીને શોધવા ગયેલ પિતાનું મોરબી નજીક બાઇક સ્લીપ થતાં ઇજા થવાથી મોત
પોલીસનો ભય કયાં..? : મોરબીમાં ૨૦૦ રૂપિયા આપવાની ના કહેતા આધેડ વેપારી પાસેથી વાહનમાં નુકશાનના ઢીંગલી નામના શખ્સે ૧૦ હજાર પડાવ્યા !
SHARE
પોલીસનો ભય કયાં..? : મોરબીમાં ૨૦૦ રૂપિયા આપવાની ના કહેતા આધેડ વેપારી પાસેથી વાહનમાં નુકશાનના ઢીંગલી નામના શખ્સે ૧૦ હજાર પડાવ્યા !
મોરબી શહેરના લોહાણાપરા વિસ્તારની અંદર શાકભાજીની દુકાન ધરાવતા આધેડ પાસે ૨૦૦ રૂપિયાની ઢીંગલી નામના શખ્સ દ્વારા માંગણી કરવામાં આવી હતી ત્યારે તેને પૈસા આપવાની આધેડે ના પડી હતી જેથી તે શખ્સે તેની પાસે રહેલ છરી બતાવીને આંતરડા બહાર કાઢી નાખવાનો ભય બતાવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પોતાના એકટીવામાં નુકસાન થયેલ છે તેવું કહીને ૧૦,૦૦૦ રૂપિયા રોકડા તેની પાસેથી લઈ લીધા હતા જેથી કરીને ભોગ બનેલા આધેડે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતીમાન કર્યા છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વજેપર શેરી નં-૩ માં રહેતા અને મોરબીના લોહાણાપરા વિસ્તાર શેરી નં-૩ માં શાકભાજીની દુકાન ધરાવતા દિપકભાઈ ગોવિંદભાઈ કંઝારિયા જાતે સતવારા (૫૨)એ હાલમાં હુસેન ઉર્ફે ઢીંગલી યુસુફભાઈ સિપાહી રહે. સિપાઈવાસ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, લોહાણાપરા વિસ્તારમાં તેઓ પોતાના થડા ઉપર બેસીને શાકભાજીનો વેપાર કરતા હતા ત્યારે આરોપી તેનું મેટ બ્લેક કલરનું એક્ટિવા લઈને આવ્યો હતો અને ફરિયાદી પાસે ૨૦૦ રૂપિયા માંગ્યા હતા ત્યારે ફરિયાદીએ ૨૦૦ રૂપિયા આપવાની ના પડતા આરોપીએ તેને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેની પાસે રહેલ છરી કાઢીને ફરિયાદીને પેટના આંતરડા બહાર કાઢી નાખવાની ધમકી આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી તેમજ આરોપીએ તેના એકટીવામાં નુકસાન થયેલ છે તેવું કહીને ફરિયાદી પાસેથી ૧૦,૦૦૦ પડાવી લીધા હતા જેથી કરીને આધેડ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એન. ભટ્ટ ચલાવી રહ્યા છે