મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક દેશીદારૂના ધંધાનો ખાર રાખીને ભાભીને સગા દિયર સહિત બે શખ્સે હાથ-પગ ઉપર આડેધડ છરીના ઘા ઝીકયા


SHARE

















મોરબી નજીક દેશીદારૂના ધંધાનો ખાર રાખીને ભાભીને સગા દિયર સહિત બે શખ્સે હાથ-પગ ઉપર આડેધડ છરીના ઘા ઝીકયા

મોરબી શહેર અને જિલ્લામાં દારૂના દૂષણના કારણે અનેક વખત ઝઘડાઓ થતા હોય છે તેવામાં મોરબીના બેલા ગામ પાસે દેશી દારૂનો ધંધો કરતી મહિલા ઉપર તેના સગા દિયર સહિત બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને મહિલાને શરીર ઉપર આડેધડ છરીના ઘા મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને ત્યાર બાદ તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના સગા દિયર સહિત બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જસદણ તાલુકાના ફૂલજર ગામના રહેવાસી અને હાલમાં તળાવિયા સનાળા ગામ પાસે આવેલ મેલડીમાના મંદિરની બાજુમાં મોતીભાઈ રબારીની ઓરણીમાં ભાડેથી રહેતા મુક્તાબેન હસમુખભાઈ ઉર્ફે લાલો ઉઘરેજીયા જાતે દેવીપુજક (૩૦) નામના મહિલાએ તેના સગા દિયર ભરતભાઈ વલ્લભભાઈ ઉઘરેજીયા રહે. હાલ બેલા રંગપર ગામની સીમ ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર ઝૂંપડામાં મૂળ ગામ ફુલજર તાલુકો જસદણ અને સાગર ઉર્ફે ભુની કિશોરભાઈ ઉઘરેજીયા રહે. રૈયાધાર રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, થોડા દિવસો પહેલા તેઓને તેના દિયર ભરતભાઈ સાથે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને બંને આરોપીઓ તેની પાસે બાઈક લઈને આવ્યા હતા અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ સાગર પાસે રહેલ છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે આરોપી ભારતે ફરિયાદી મુક્તાબેનને પકડી રાખ્યા હતા અને સાગરે તેની પાસે રહેલ છરી વડે ફરિયાદીને ડાબા હાથની હથેળી, ડાબા પગના સાથળ, જમણા હાથની કોણી, જમણા સાથળ તથા જમણા ઢીંચણના ભાગે છરીથી ઘા મારીને ઇજાઓ કરી હતી જેથી કરીને ઇજા પામેલ હાલતમાં મુકતાબેનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.બી. ડાંગર ચલાવી રહ્યા છે વધુમાં ઇજા પામેલ મુક્તાબેનના પતિ હસમુખભાઈ સાથે ફોન પર વાત કરતા તેમને જણાવ્યું હતું કે, તેઓના પત્ની અને તેનો ભાઈ બનાવ વાળી જગ્યા પાસે દેશી દારૂનો ધંધો કરે છે અને ધંધાનો ખાર રાખીને હસમુખભાઈના ભાઈ ભરતભાઈએ મુક્તાબેન ઉપર છરી વડે હુમલો કરેલ છે અત્રે ઉલ્લેખીએ છે કે, મોરબીમાં દેશી અને વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે પરંતુ પોલીસને પાસેરામાં પૂણી સમાન કહી શકાય તેટલો પણ દારૂનો જથ્થો દિવસ દરમિયાન મળતો નથી તે હકીકત છે અને દારૂ સહિતના નશાકારક પદાર્થનું વેચાણ મોરબી શહેર અને જીલ્લામાં દિવસેને દિવસે વધી રહ્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી




Latest News