વાંકાનેર નજીક બોગસ ટોલનાકા બંધ કરાવવાનો ખાર રાખીને કર્મચારીને માર માર્યો : રિવોલ્વર કે અકસ્માત કરીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારા તાલુકાની શ્રી નસીતપર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં ઇજા પામેલ એક યુવાનનું મોત-એક સારવારમાં ટંકારના કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ૯૨ મી સિદ્ધ સમાધી યોગ SSY શિબિર સંપન્ન મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર મોરબીના રામદેવનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં બે વ્યક્તિના કોઈપણ કારણોસર મોત મોરબીમાં વેપારી યુવાને દુકાનમાં અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું : મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપરમાંથી ગુમ થયેલ દીકરીને શોધવા ગયેલ પિતાનું મોરબી નજીક બાઇક સ્લીપ થતાં ઇજા થવાથી મોત


SHARE

વાંકાનેરના સરતાનપરમાંથી ગુમ થયેલ દીકરીને શોધવા ગયેલ પિતાનું મોરબી નજીક બાઇક સ્લીપ થતાં ઇજા થવાથી મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા યુવાનની દીકરી ઘરે કોઈને કશું કર્યા વગર ગુમ થઈ ગયેલ હતી જેથી તેને શોધવા માટે થઈને યુવાન બાઇક લઈને માળીયા તરફ ગયો હતો અને ત્યાંથી તે પરત આવી રહ્યો હતો ત્યારે મોરબી તાલુકાના ગાળાથી નાગડાવાસ ગામ વચ્ચે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તે યુવાનને માથા, મોઢા અને છાતીના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા ભવનભાઈ તળશીભાઇ વિજવાડીયા જાતે કોળી (૪૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના મોટાભાઈ મૃતક હેમંતભાઈ તળશીભાઇ વિજવાડીયા જાતે કોળી (૪૫) રહે. સરતાનપર તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના મોટાભાઈ હેમંતભાઈ તેનું બાઈક નંબર જીજે ૩ ડીઇ ૮૦૭૬ લઈને મોરબી માળીયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળાથી નાગડાવાસ ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ એચ.પી. ના પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપર તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો જેમાં હેમંતભાઈને માથા, મોઢા અને છાતીના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાન સામે ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક હેમંતભાઈની દીકરી ઘરે કોઈને કશું કહ્યા વગર જતી રહેલ હોય તેને શોધવા માટે થઈને તેઓ માળિયા તરફ ગયેલ હતા અને ત્યાંથી તેઓ પરત આવતા હતા ત્યારે રસ્તમાં બાઇક સ્લીપ થવાથી અકસ્માત થયેલ હતો જેમાં ઇજા થવાથી તેઓનું મોત નીપજયું છે
Latest News