મોરબીનાં કેરાળા (હ) ગામના યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર બે શખ્સની ધરપકડ
મોરબીના લખધીરપુર રોડે સિરામિકમાંથી ઇલેક્ટ્રીક એસી ડ્રાઇવની ચોરીના ગુનામાં પાંચની ધરપકડ
SHARE
મોરબીના લખધીરપુર રોડે સિરામિકમાંથી ઇલેક્ટ્રીક એસી ડ્રાઇવની ચોરીના ગુનામાં પાંચની ધરપકડ
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાંથી ૧૮ ઈલેક્ટ્રીક એસિ ડ્રાઇવ ની ચોરી કરવામાં આવી હતી જેની પાંચ શખ્સોની સામે કારખાનેદારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં ચોરીના આ ગુનામાં પાંચેય આરોપીઓની ધરપકડ ધરેલ છે.
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્કમાં રહેતા બિપીનભાઇ ભુદરભાઇ પટેલ (37)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી કે લખધીરપુર રોડે સબવેય નામનું તેઓનું કારખાનું આવેલ છે જેમાંથી ૧૮ નંગ ઈલેક્ટ્રીક એસી ડ્રાઇવ જેની કિંમત ૯૦ હજારના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી માટે તેને જોગુભાઇ અકરમભાઈ બારીયા, રાકેશભાઈ જાનુભાઈ ખોખર, ઈમરાનભાઈ ગુલામભાઇ ખોલેરા અને મોહમ્મદ ગુલામહુસેન કચ્છી સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને હાલમાં ચોરીના આ ગુનામાં પોલીસે જોગુભાઇ અકરમભાઈ બારીયા (૨૮) રહે, ચારોલી એમપી, રાકેશભાઈ જાનુભાઈ ખોખર (૩૫) રહે, ખોખર એમપી, ઈમરાનભાઈ ગુલામભાઇ ખોલેરા (૨૬) રહે, ફૂલગલી ખાટકીવાસ મોરબી, ભંગારના ધંધાર્થી જાવિદ ગનીભાઇ ઘોણિયા (૩૩) રહે. કાલિકા પ્લોટ અને ભંગારના ધંધાર્થી મોહમ્મદ ગુલામહુસેન કચ્છી (૨૦) રહે. રણછોડનગર-૨ નવલખી રોડ વાળાની ધરપકડ કરવામાં આવી છે.