મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી તેમજ સમય ગેટ બાજુમાંઆજે નાટક યોજાશે


SHARE











મોરબીના નાની વાવડી તેમજ સમય ગેટ બાજુમાંઆજે નાટક યોજાશે

આજે રાત્રે માધવ ગૌશાળાના લાભાર્થે નાની વાવડી ગામે નાટક યોજાશે. મોરબી નજીકના નાની વાવડી ગામે માધવ અંધ-અપંગ ગૌશાળા આવેલી છે.તેના લાભાર્થે સામાજિક તેમજ કોમેડી નાટકનું આયોજન કરવામાં આવેલા છે.જેમાં સોનલબેનની ચૂંદડી (લોહી ભીની ચૂંદડી) નામનું કરૂણતાસભર નાટક તેમજ સાથે માલી મતવાલી નામનું હાસ્યથી ભરપુર નાટક યોજાશે.આજે તા.૨૦ ને બુધવાર શરદપૂનમના દિવસે રાત્રિના સાડા નવ વાગ્યે નાની વાવડી ગામે આવેલ રામજીમંદિર ચોક ખાતે યોજાવાના હોય સૌ ગૌપ્રેમીઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.તેમજ મોરબીમાં આજે બુધવારે “મહિષાસુર મર્દિની” ધાર્મિક નાટક ભજવાશે શ્રી નવદુર્ગા શક્તિ મંડળ જેતપર(મચ્છુ) દ્વારા શરદપુનમની રાત્રે તા.૨૦ ને બુધવારના રોજ રાત્રીના ૯ : ૩૦ વાગ્યે નીતિનપાર્ક સોસાયટી, સમય ગેટ બાજુમાં મોરબી ખાતે ધાર્મિક નાટક મહિષાસુર મર્દિની ભજવાશે જે નાટકમાં પધારવા ધર્મપ્રેમી જનતાએ નીતિનપાર્ક ગરબી મંડળ-મોરબી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

શ્રી મોરબી ભાવસાર જ્ઞાતિ દ્વારા શરદોત્સવનું  આયોજન

મોરબીના શકિતપ્લોટ મેઈન રોડ ઉપર આવેલ કોમ્યુનિટી હોલ ખાતે  મોરબી ભાવસાર જ્ઞાતી દ્વારા આજ તા.૨૦ ને બુધવારે સાંજે ૭ વાગ્યે શરદપુનમ નિમિતે રાસ-ગરબાનું આયોજન  કરવામાં આવેલ હોય ભાવસાર  જ્ઞાતિબંધુ-ભગીનીઓને ગરબે ઘુમવા  આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.મોરબી ભાવસાર જ્ઞાતીના પ્રમુખ તથા ટ્રસ્ટી તથા કારોબારી સભ્યોએ જણાવેલ કે શરદોત્સવનું આયોજન કારોબારી કમીટી દ્વારા બુધવારે  તા.૨૦-૧૦ ના રોજ સાંજે ૭ કલાકે કરવામાં આવ્યું છે તો બધા ભાવસાર જ્ઞાતિબંધુને  ભાવભર્યુ આમંત્રણ છે.તથા કાર્યક્રમને સફળ બનાવવા મોરબી ભાવસાર જ્ઞાતી કારોબારી કમીટી તથા  ભાવસાર જ્ઞાતી  સલાહકાર સમિતીના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News