મોરબીના મહેન્દ્રનગર પાસે રામધન આશ્રમ ખાતે વિવિધ કાર્યકમ યોજાયા
મોરબીના વનાળીયા ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે યજ્ઞ યોજાયો
SHARE









મોરબીના વનાળીયા ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે યજ્ઞ યોજાયો
મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ આસપાસના ગામો અને ગુજરાતભરમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહે છે. શરદપુનમ નિમિતે ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળામાતાજીના વનાળીયા(શારદાનગર) મુકામે આવેલા મંદિરે શાંતિ યજ્ઞ યોજાયો હતો જેમાં યજમાન તરીકે રમેશભાઈ શાંતિભાઈ ભટ્ટ બેઠા હતા અને યજ્ઞમાં આચાર્ય પદે શાસ્ત્રી તેજશભાઈ ભટ્ટ, હર્ષદીપ લલિતભાઈ ભટ્ટ સહિતના ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ કરવી હતી આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ એલ.ભટૃ, જે.પી.ભટૃ, દિનેશભાઈ છોટાલાલ ભટ્ટ(મોરબી), દીપકભાઈ નાનાલાલ ભટ્ટ(વનાળીયા) સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આગામી શરદપૂનમના દિવસે યોજનારા શાંતિ યજ્ઞમાં યજમાન તરીકે મૂળ બિલિયા હાલ જામનગર નિવાસી સુરેશભાઇ અનંતરાય ભટ્ટ તેમજ મૂળ વનાળિયા અને હાલમાં રાજકોટ રહેતા કલ્પેશભાઇ રમેશભાઈ ભટ્ટ બેસવાના છે તેવું આયોજકોએ જણાવ્યુ છે
