ટંકારા તાલુકા કક્ષાના પ્રાથમિક વિભાગના કલાઉત્સવની ઉજવણી કરવામાં આવી
મોરબીના મહેન્દ્રનગર પાસે રામધન આશ્રમ ખાતે વિવિધ કાર્યકમ યોજાયા
SHARE









મોરબીના મહેન્દ્રનગર પાસે રામધન આશ્રમ ખાતે વિવિધ કાર્યકમ યોજાયા
મોરબી નજીક મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે શરદ પૂર્ણિમા નિમિત્તે સવારે રામધન આશ્રમ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે ઉમિયા માતાજીના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહેન્દ્રનગર ગામના લોકો હાજર રહ્યા હતા તેની સાથોસાથ કુમારિકા પૂજન અને પ્રસાદનું આયોજન મહંત ભાવેશ્વરીબેનના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ, દેવકરણભાઈ, દલસુખભાઈ મહાદેવભાઇ અને બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેવું રામધન આશ્રમના મુકેશ ભગતે યાદીમાં જણાવ્યું છે
