મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને PC-PNDT એક્ટ હેઠળ સમીક્ષા બેઠક યોજાઇ


SHARE













મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને PC-PNDT એક્ટ હેઠળ સમીક્ષા બેઠક યોજાઇ

મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને PC-PNDT ADVISORY COMMMITTEE ની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. જેમાં આરોગ્યના વિવિધ વિભાગોએ કરેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગર્ભ નિરીક્ષણ, સરકારી હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા, સમગ્ર વર્ષ દરમિયાન કરેલ કામગીરીની માહિતી એકત્ર કરવા, ગામડાઓમાં થઈ રહેલ આરોગ્યની કામગીરીનો સર્વે કરવા, આરોગ્યની વધુ સારી સગવડતા પૂરી પાડવા, સેક્સ રેશિયોનો દર જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કવિતાબેન દવેએ આરોગ્ય ક્ષેત્રની તાલુકાવાર હોસ્પિટલો, ઉપલબ્ધ મેડિકલ સાધનો, સ્ટાફ તેમજ સેક્સ રેશિયોનો દર વિશેની માહિતી રજૂ કરી હતી.  આ બેઠકમાં કલેક્ટર કે. બી ઝવેરીએ આરોગ્ય ક્ષેત્રે લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તેવી સૂચરું વ્યવસ્થા ગોઠવવા અધિકારીઓને જણાવ્યું હતું, આ ઉપરાંત જિલ્લામાં ગર્ભ નિરીક્ષણ અંગે કડક પગલાં લેવા સૂચનાઓ આપી હતી. અને સરકારી હોસ્પિટલોમાં સ્વચ્છતા જાળવવા, ગામડાઓમાં આરોગ્ય વિષયક સર્વે કરવા તેમજ અસરકારક કામગીરી કરવા પણ સૂચના આપી હતી. તો જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ આરોગ્ય કર્મચારીઓને તાકીદ કરતાં જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે જે કર્મચારીઓ કે અધિકારીઓ લાપરવાહી કે બેદરકારી દાખવશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે. પ્રસૂતી દરમિયાન માતાનું મૃત્યુ ન થવું જોઈએ તેને બચવાવા સંપૂર્ણ પ્રયત્નો થવા જ જોઈએ તે વાત પર ભાર મુકીને સેક્સ રેશિયાનો દર જાળવવા અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.








Latest News