મોરબીના નાની વાવડી પાસે જય શક્તિ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સની ધરપકડ
મોરબીમાં તબીયત સારી ન હોય પાણીનો જગ મૂકવા ન ગયેલા યુવાનને માથામાં લાકડાનો ધોકો ઝીકયો..!
SHARE
મોરબીમાં તબીયત સારી ન હોય પાણીનો જગ મૂકવા ન ગયેલા યુવાનને માથામાં લાકડાનો ધોકો ઝીકયો..!
મોરબીમાં રેલ્વે સ્ટેશન પાછળના ભાગમાં આવેલ રોહીદાસપરા શેરી નં-૩ માં રહેતા યુવાનની તબિયત સારી ન હોવાથી તે પાણીનો જગ મુકવા માટે થઈને ગયો ન હતો જે બાબતનો ખાર રાખીને તેની પાડોશમાં રહેતા શખ્સ દ્વારા તેની સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને તેના મોટાભાઈ ઘરે ન હોવાથી પરિસ્થિતિ સમજવાનું કહેતા આરોપીને તે સારું લાગ્યું ન હતું અને તેણે અચાનક પાછળથી આવીને યુવાનને માથાના ભાગે લાકડાનો ધોકો મારતા યુવાનને માથામાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાનની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રેલ્વે સ્ટેશન પાછળ આવેલ રોહીદાસ પરા શેરી નં-૩ માં રહેતા પાર્વતીબેન મોતીભાઈ કાટીયા જાતે બ્રાહ્મણ (૬૫)એ હાલમાં રાહુલભાઈ ખીમજીભાઈ શ્રીમાળી રહે. રેલ્વે સ્ટેશન પાછળ આવેલ રોહીદાસ પરા શેરી નં-૩ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના દીકરા જયેશ મોતીભાઈ કાઠીયાને મજા ન હોવાથી તે પોતાના ઘરે સૂતો હતો ત્યારે તેઓની પાડોશમાં રહેતા આરોપીએ મોટા અવાજેથી રાડો પાડીને પાણીનો જગ તેઓના ઘરે નાખી જવા માટે થઈને કહેતા ફરિયાદીના દીકરા જયેશે પોતાને મજા નથી અને તેના મોટાભાઈ પણ ઘરે નથી તેવું કહીને પરિસ્થિતિ સમજવા માટે થઈને કહ્યું હતું જે આરોપીને સારું નહીં લાગતા તેણે અચાનક પાછળથી આવીને ફરિયાદીના દીકરા જયેશને માથાના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો જેથી તેને માથામાં ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે લઇને આવ્યા હતા ત્યાં તેને સારવાર લીધા બાદ આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાનના માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વૃદ્ધા સારવારમાં
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી આગળ આવેલ ગોપાલ સોસાયટીમાં રહેતા હેમલત્તાબેન મહાદેવભાઇ વડાવીયા (૭૮) નામના મહિલા મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ શક્તિ ચોક પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે.