મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી પાસે જય શક્તિ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સની ધરપકડ


SHARE













મોરબીના નાની વાવડી પાસે જય શક્તિ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સની ધરપકડ

મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ જય શક્તિ સોસાયટીમાં જાહેરમાં ઝાડ નીચે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૧૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી નજીકના નાનીવાવડી ગામ પાસે આવેલ જય શક્તિ સોસાયટીમાં જાહેરમાં ઝાડ નીચે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વસીયાણી જાતે જાતે પટેલ (૫૮) રહે. નાની વાવડી જય શક્તિ સોસાયટી અને મંગલગીરી પરસોતમગીરી ગોસ્વામી જાતે બાવાજી (૬૩) રહે નાની વાવડી જય શક્તિ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તે બંને પાસેથી ૧૧,૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતો હાર્દિક ભરતભાઈ પટેલ (૨૭) નામનો યુવાન બાઇક લઈને ઉમા રેસીડેન્સી નજીક રસ્તા ઉપર જતો હતો ત્યારે પગપાળા જઈ રહેલા મુકેશ જેઠાભાઈ (૩૬) નામના વ્યક્તિને હડફેટ લેતા હાર્દિક અને મુકેશ બંનેને ઇજાઓ થયેલ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી.








Latest News