મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર (નદી) ગામે સીરામીક યુનિટમાં રસોઈ બનાવતા સમયે છાતીમાં દુખાવો ઉપડતા આધેડ મહિલાનું મોત


SHARE







મોરબીના રવાપર (નદી) ગામે સીરામીક યુનિટમાં રસોઈ બનાવતા સમયે છાતીમાં દુખાવો ઉપડતા આધેડ મહિલાનું મોત

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા રવાપર (નદી) ગામે સીરામીક યુનિટમાં રસોઈ કામ કરતા સમયે છાતીમાં દુખાવો ઉપડવાથી ૫૫ વર્ષીય આધેડ મહિલાનું મોત નીપજ્યું હોવાનું તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વધુમાં તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ નજીક આવેલ નિત્યાનંદ સોસાયટીમાં રહેતા ઈલાબેન રમેશભાઈ જેટીયા નામના ૫૫ વર્ષીય આધેડ મહિલા ગત તા.૩૦-૫ ના રોજ સવારના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ રવાપર (નદી) ગામ ખાતે બાથકો સિરામીક નામના યુનિટમાં રસોઈ કામ કરી રહ્યા હતા.તે દરમિયાનમાં તેઓને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ઢળી પડ્યા હતા બાદમાં તેઓને બેભાન હાલતમાં અત્રેની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ ઉપરના તબીબે ઇલાબેનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરતાં તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ તજવીજ શરૂ કરવામાં આવી હતી.

બાઈકમાં જતા આધેડને વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના લખધીરનગર ગામે રહેતા મનસુખભાઈ કાનજીભાઈ દેત્રોજા નામના ૫૭ વર્ષીય આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગત તા.૩૦-૫ ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં મનસુખભાઈ દેત્રોજા બાઈક લઈને લીલાપર ગામ બાજુથી નવાગામ જતા હતા ત્યારે રસ્તામાં આવેલ સનટચ લેમીનેટ નામના યુનિટની પાસે તેમના બાઈકની આડે અચાનક કૂતરું આડું ઉતર્યું હતું.જેથી બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જેમાં મનસુખભાઈને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. બનાવની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવેલ હોય તે વિસ્તારના બીટ જમાદાર સબળસિંહ સોલંકી દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

પડી જતા યુવાન-મહીલા ઈજાગ્રસ્ત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સનારીયા સીરામીક નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મહેશ જગદીશભાઈ મેડા નામનો ૨૫ વર્ષનો યુવાન લેબર કવાર્ટર નજીક મોડીરાત્રીના એકાદ વાગ્યાના અરસામાં પડી ગયો હતો.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે લઈ જવાયો હતો અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા બનાવ અંગે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તે રીતે જ મોરબી નજીકના શનાળા ગામે રહેતા મીનાબેન બાબુભાઈ ગોગો નામના ૨૮ વર્ષીય મહિલા અકસ્માતે બાઈકમાંથી નીચે પડી જતા તેઓને સારવારમાં ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ વિરાટ પાવભાજી નજીકથી બાઈકમાં બેસીને જતા સમયે તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી ગયા હોય ઇજા પામતા તેઓને સારવાર માટે લઈ જવાયા હતા.બાદમાં બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરી હતી.




Latest News