મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં ઝઘડાનું સમાધાન કરાવવા ગયેલા યુવાનને મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો: ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક કારખાનામાં ઝઘડાનું સમાધાન કરાવવા ગયેલા યુવાનને મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો: ગુનો નોંધાયો

મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ કારખાનામાં મામાના દીકરાને થયેલ ઝઘડાનું સમાધાન કરવા માટે ગયેલા યુવાન ઉપર મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ ધોકા વડે હુમલો કર્યો હતો અને યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાનને મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ કાર્બોલેન્ડ કારખાનામાં રહેતા ઘનશ્યામભાઈ રતનભાઇ ડામોર જાતે આદિવાસી (૨૪)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ક્રિષ્નાપાલ તેમજ કૃષ્ણપાલના પત્ની અને મોહિત નામના ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીના મામાના દીકરા મહેશને કારખાનામાં ઝઘડો થયેલ હતો જે બાબતનું સમાધાન કરવા માટે થઈને તે ગયો હતો અને દરમિયાન ત્રણેય આરોપીઓ દ્વારા તેને ગાળો આપવામાં આવી હતી અને આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કરીને તેને ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા ફરિયાદી યુવાનને માથામાં અને શરીરને ઇજાઓ થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News