મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સર્કસના ખેલની જેમ ક્રૂઝર-ઇકોમાં માણસો-માલસામાન ભરીને નીકળેલા ત્રણ વાહન ચાલકો સામે કાર્યવાહી


SHARE







વાંકાનેરમાં સર્કસના ખેલની જેમ ક્રૂઝર-ઇકોમાં માણસો-માલસામાન ભરીને નીકળેલા ત્રણ વાહન ચાલકો સામે કાર્યવાહી

વાંકાનેર વિસ્તારમાંથી ક્રૂઝર ગાડીમાં ઓવરલોડ માણસો ભરીને તેમજ તેની ઉપરના ભાગે માલ સામાન તથા માણસોને બેસાડીને વાહન ચાલકો નીકળતા હોય તે પ્રકારના વિડીયો અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારબાદ વાંકાનેર સિટી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ વાહન ચાલકોની સામે ગુના નોંધીને પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર અધિકારીઓ અને લોકોની બેદરકારીના કારણે દુર્ઘટનાના અનેક બનાવો બને છે જેમાં નિર્દોષ લોકોના જીવ જતા હોય તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેમ છતાં પણ અધિકારીઓ દ્વારા ઘણી વખત બેદરકારી રાખવામાં આવતી હોય છે જેના કારણે રસ્તાઓ ઉપર જીવલેણ અકસ્માત થતા હોય છે આવો જ એક વિડીયો થોડા દિવસો પહેલા વાંકાનેરમાં વાયરલ થયો હતો જેમાં ક્રૂઝર ગાડીની અંદર ઠાંસી ઠાંસીને માણસોને ભર્યા હતા તે ઉપરાંત ગાડીની ઉપરના ભાગે માલ સામાન, મોટરસાયકલ અને માણસોને બેસાડીને વાહન વાંકાનેર શહેરની મધ્યમાંથી પસાર થતું હોય તે પ્રકારનો વિડીયો જોવા મળેલ હતો તેમ છતાં પણ પોલીસ વિભાગ દ્વારા આવા જોખમી વાહનોને રોકવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી જોકે વીડિયો વાયરલ થયા બાદ વાંકાનેર સિટી પોલીસની ટીમ દોડતી થઈ હોય તેમ ક્રુઝરની અંદર તથા ઉપરના ભાગે ઓવરલોડ માલ સામાન અને માણસો ભરીને નીકળતા ત્રણ વાહન ચાલકોને રોકવામાં આવ્યા હતા જેમાં ક્રુઝર નંબર એમપી ૯ બીએ ૫૩૮૮ ના ચાલક વેસ્તા ધુમસિંહ દેવકીયા જાતે ભીલ (૨૫) રહે. છોટી ફાટક ભાબરા જીલ્લો અલીરાજપુર એમપી, ક્રુઝર નંબર એમપી ૯ બીડી ૦૪૩૬ ના ચાલક જીતેન્દ્ર દરીયાવસિંગ માવડા જાતે ભીલ (૨૫) રહે. કાલીખેતા જોબડ જીલ્લો અલીરાજપુર એમપી અને ઇકો ગાડી નંબર એમપી ૯ ડીજે ૮૩૧૦ ના ચાલક માનસિંગ નુરલા ડાવર જાતે ભીલ (૩૧) રહે. બોકડીયા પુજારી ભળીયા તાલુકો ચાંદપુર અલીરાજપુર એમપી વાળાની અટકાયત કરેલ છે આ ત્રણેય વાહન ચાલકો વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર જીનપરા જકાતનાકા પાસેથી પોતાના વાહનમાં કેરિયર ઉપર બાઈક સહિતનો માલ સામાન લગાવીને તેમજ માણસો બેસાડીને જોખમી રીતે વાહન લઈને નીકળતા હોય તેને રોકીને વાંકાનેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે






Latest News