મોરબીમાં ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા-એન.ઓ.સી. ની સુવિધા વિનાના એકમમોને નોટીસ: ૭ દિવસની મુદત
મોરબીમાં કારખાનામાંથી પ્લાસ્ટિકની પટ્ટી લઈ જઈને ભંગારમાં વેંચી દેનારાને ચાર શખ્સોએ માર માર્યો: ગુનો નોંધાયો
SHARE







મોરબીમાં કારખાનામાંથી પ્લાસ્ટિકની પટ્ટી લઈ જઈને ભંગારમાં વેંચી દેનારાને ચાર શખ્સોએ માર માર્યો: ગુનો નોંધાયો
મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ એસ્ટીલા સિરામીક કારખાનામાંથી પ્લાસ્ટિકની પટ્ટી લઈને ભંગારમાં વેંચી નાખી હતી જેથી કરીને પેલેટ બાંધવાની પટ્ટી ભંગારમાં આપી દેનાર શ્રમિકને ચાર શખ્સો દ્વારા માર મારવાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં જંગલેશ્વર પાસે ભડિયાદ કાંટા પાસે રહેતા અને મજૂરી કામ કરતાં પ્રવિણભાઈ ડાયાભાઈ ભોયા (૩૨)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખસોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા.૩૧ ના રોજ સાંજના રંગપર ગામની સીમમાં આવેલ એસ્ટીલા સિરામીક કારખાનામાંથી પેલેટ બાંધવામાં પ્લાસ્ટિકની પટ્ટી વધેલ હતી જે ભંગારમાં વેંચી દીધી હતી. જેથી પંકજભાઈ પટેલએ તેને ઓફિસમાં બોલાવી બે થી ત્રણ થપાટ મારી હતી. તેમજ અજાણ્યા માણસે ભંગારના ડેલે લઇ જઈ પ્લાસ્ટીકના પાઈપથી માર માર્યો હતો તેમજ પીપળી ગામ પાસે પવનસુત સેડમાં અજાણ્યા માણસે તથા સંજયભાઈ રમેશભાઈ જાદવ અને અનિલભાઈ પરસોતમભાઈ પરમારએ પાઈપ વડે માર મારીને ઈજા કરી હતી. અને ફરિયાદીને અજાણ્યા માણસે જાહેરમાં જાતિ પ્રત્યે હડધુત કર્યો હતો. જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
