ઓનલાઈન ખરીદી-વેચાણ કરનારાઓ સાવધાન: હળવદમાં થયેલ યુવાનના અપહરણ ગુનામાં ચાર આરોપીની ધરપકડ
મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વોટરકૂલર પ્રોજેક્ટનું સફળ આયોજન
SHARE






મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વોટરકૂલર પ્રોજેક્ટનું સફળ આયોજન
મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ વોટરકૂલર સ્થાપન કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરાયો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગરમ હવામાનમાં લોકોને તાજું અને ઠંડુ પાણી પૂરુ પાડવો હતો. આ વોટર કૂલર શનાળા રોડ ઉમિયા સર્કલએ ઉમિયાનગર સોસાયટીના દરવાજા પાસે મૂકવામાં આવ્યું છે. અને મુસ્કાન વેલફેર સોસાયટીના સદસ્યોએ જણાવ્યુ કે, "આ પ્રોજેક્ટ અમારી સમાજસેવામાં એક નવો માઇલસ્ટોન છે. અમે હંમેશા લોકોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામ કરીએ છીએ અને હૂંફથી પરિપૂર્ણ કરવા પ્રયાસ કરીએ છીએ. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં માનવ સેવા સંઘનો બહુ મોટો ફાળો છે. જેથી કરીને મુસ્કાન વેલફેર સોસાયટીએ માનવ સેવા સંઘનો આભાર વ્યક્ત કર્યો હતો


