મોરબીના બે સિનિયર સિટીજનોએ બાઈક ઉપર કરી ચારધામની યાત્રા
03-06-2024 09:14 PM
SHARE
JOIN OUR GROUP
મોરબીના બે સિનિયર સિટીજનોએ બાઈક ઉપર કરી ચારધામની યાત્રા
ચારધામની યાત્રાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટું મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો ચારધામની યાત્રા કરવા માટે જતાં હોય છે પરંતું જો મોરબીની વાત કરીએ તો અહીથી તા.૮-૫ ના રોજ બે સિનિયર સિટીજન મિત્ર બાઈક ચારધામની યાત્રા કરવા માટે રવાના થયા હતા અને હાલમાં ૫૧૦૦ કિલોમીટર બાઇક ઉપર ફરીને ચારધામની યાત્રા પૂર્ણ કરીને તે બંને મોરબી આવી ગયેલ છે જેની તેઓના પરિવારજન પાસેથી મળેલ માહિતી મુજબ મોરબીમાં રહેતા રમણિકલાલ લોરીયા (૬૩) અને નારાયણભાઈ સંઘાણી (૬૮) તા.૮-૫ ના રોજ બાઈક ઉપર ડબલ સવારીમાં ચારધામની યાત્રાએ નીકળ્યા હતા.તેઓએ ૨૭ દિવસમાં બાઈક ઉપર મોરબીથી નાથદ્વારા, ગોકુલ-મથુરા, વૃંદાવન, હરિદ્વાર, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રિનાથની યાત્રા પૂર્ણ કરેલ છે અને તેઓ તા.૩-૬ જૂનના રોજ મોરબી ઘરે આવી ગયેલ છે ત્યારે તેઓન પરિવારજનોએ સામૈયા કરીને તેમનું સ્વાગત કર્યું હતું.