મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

૧૪૦ કરોડ ભારતીયોનાં સ્વપ્નો, ઇચ્છાઓ અને આકાંક્ષાઓનો આ વિજય છે: વિનોદભાઈ ચાવડા


SHARE





૧૪૦ કરોડ ભારતીયોનાં સ્વપ્નોઇચ્છાઓ અને આકાંક્ષાઓનો આ વિજય છે: વિનોદભાઈ ચાવડા

લોકસભા ચુંટણીનું પરિણામ જાહેર થતા ભા.જ.પા. નાં ઉમેદવાર અને કચ્છ લોકસભાના નવનિયુક્ત સાંસદ વિનોદભાઈ ચાવડાએ દેવ દર્શન સાથે કચ્છની તમામ વિધાનસભાના મતદાતાઓ અને કાર્યકર્તાઓને રૂબરૂમાં આભાર વ્યક્ત કરવા પ્રવાસ શરૂ કરી દીધું છે. અને વિનોદભાઈએ અબડાસા વિધાનસભાના નલીયા, માંડવી વિધાનસભાના માંડવી, મુંદ્રા મતવિસ્તારની મુલાકાત લઇ લોકસભા ચુંટણીમાં ભવ્ય વિજય અપાવવા બદલ સર્વે મતદાતાઓ, ચુંટણીમાં સખત મહેનત કરનાર ભા.જ.પા. ના સૌ કાર્યકર મિત્રો અને શુભેચ્છકોનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રવાસ દરમ્યાન જીલ્લા ભા.જ.પા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, પાર્ટી આગેવાનઓ, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના સદસ્યઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News