મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રોપેન એલ.પી.જીના સ્ટોરેજ પ્લાન્ટના સંચાલકો અને સ્ટાફ માટે સેફટી ટ્રેનીંગ


SHARE













મોરબીમાં પ્રોપેન એલ.પી.જીના સ્ટોરેજ પ્લાન્ટના સંચાલકો અને સ્ટાફ માટે સેફટી ટ્રેનીંગ

મોરબી સીરામીક એસોસિયેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, કલેક્ટર કચેરી મોરબી અને ડાયરેક્ટર ઓદ્યોગિક સતામતી અને આરોગ્ય, મોરબીના માર્ગદર્શન હેઠળ પ્રોપેન અને એલ.પી.જી ના સ્ટોરેજ પ્લાન્ટના સંચાલકો અને સ્ટાફ માટે સેફ્ટી ટ્રેનિંગનું આયોજન કરવાંમાં આવ્યું હતું.મોરબીના શાપર અને પીપળી વિસ્તારના ઔદ્યોગિક એકમો માટે યોજાયેલ આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ૧૪૦ લોકોએ ભાગ લીધો હતો.આ અવસરે ટ્રેનર મિલિન્દ રનાડે દ્વારા પ્રોપેન અને એલ.પી.જીને ઓપરેટ કરતી વખતે શું ધ્યાન રાખવું તથા આગ જેવી અણધારી આફતને નિવારવા માટે કઈ રીતે પોતાનો, અન્યનો અને માલ- મિલકતનો ઓછામાં ઓછુ નુકસાન થાય તે માટે ઉપલબ્ધ ફાયર સેફટીના સાધનો દ્વારા કઈ રીતે ઉપયોગ કરવો તથા તેનું સંચાલન કઈ રીતે કરવું તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.આ ઔદ્યોગિક ટ્રેનિંગ પ્રોગ્રામમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના ડાયરેક્ટર ઉદય રાવલ, મોરબી કલેકટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ધાર્મિક પુરોહિત તથા ટ્રાઈ ગેસ કંપનીના ધર્મેશ જોબનપુત્રા હાજર રહ્યા હતા. .






Latest News