મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં ઠેર ઠેર ગાબડા !: રિપેરિંગ-સફાઈ કરવામાં ન આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ મોરબી નજીક સિરામિક કારખાનામાંથી 1.65 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત માળીયા (મી)ના ચાચાવદરડા ગામે જુગાર રમતા 5 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં ઠેર ઠેર ગાબડા !: રિપેરિંગ-સફાઈ કરવામાં ન આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ


SHARE







































મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં ઠેર ઠેર ગાબડા !: રિપેરિંગ-સફાઈ કરવામાં ન આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ

મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ શાખા નહેરા આવે છે તેના મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું અને લોકોને પીવો માટેનું પાણી મળતું હોય છે જોકે આ કેનાલમાં સમયસર સફાઈ કરવામાં આવતી નથી આટલું નહીં પરંતુ ઠેર ઠેર કેનાલમાં ગાબડા પડ્યા હોય છે તેને રીપેર કરવા માટેની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવતી નથી તેવો ખેડૂતો અને આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે

ચાલુ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થયો નથી જેથી કરીને સ્થાનિક જળાશયો હજુ તો શિયાળો શરૂ થયો છે ત્યાં ડૂકી ગયા હોય તેવું ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે ત્યારે આગામી ચોમાસા સુધી કઈ રીતે લોકોને પીવાનું અને ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળશે તે પ્રશ્ન છે તેવા સમયે નર્મદાના મહામૂલી પાણીની કિંમત સમજીને જો પાણીનો વેડફાટ રોકવામાં આવે તો જ લોકો તથા ખેડૂતોને તેની જરૂરિયાત મુજબ પાણી મળશે અને આગામી ચોમાસા સુધી પાણીનો પ્રશ્ન ઊભો નહીં થાય પરંતુ જો બેદરકારી રાખવામાં આવશે તો પાણી માટે રામાયણ અને મહાભારત થાય તો નવાઈ નથી.

થોડા સમય પહેલા મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણ શાખા નહેર પૈકી ઓગસ્ટ મહિનામાં મોરબીના ઘુટુ અને લખધીરપુર ગામની વચ્ચે થી પસાર થતી નર્મદાની મચ્છુ શાખા નહેરમાં મોટું ગાબડું પડ્યું હતું જેથી હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો જો કે, આ ગાબડાનું રીપેરીંગ કામ તો નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા કરી નાખવામાં આવ્યું છે પરંતુ હજુ પણ નર્મદાની મુખ્ય કેનાલની અંદર ઠેકા ઠેકાણે મસમોટા ગાબડા પડ્યા છે તેવી મોરબી તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા દેવજીભાઈ પરેચાએ જણાવ્યુ છે.

તો ઘુટુ ગામના ઉપસરપંચ ગૌતમભાઈ કૈલાએ જણાવ્યુ છે કે, અગાઉની જેમ ફરી કેનાલ તુટે અને ત્યાંથી પાણીનો વેડફાટ થાય તો ખેડૂતોને પાણી ન મળે અને પાણીનો વેડફાટ થાય આટલું જ નહીં પરંતુ રીપેરીંગ કામ કરવા માટે જો કેનાલને બંધ કરવામાં આવે તો શિયાળુ પાક માટે જ્યારે ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂર હશે ત્યારે પાણી ન મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે જેથી તંત્રની બેદરકારી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

હાલમાં ખેડૂતોએ નર્મદાની કેનાલના આધારે પોતાના ખેતરમાંથી શિયાળુ પાક લેવા માટે થઈને જીરું, ચણા, ઘઉં વગેરે જેવા પાકનું વાવેતર કર્યું છે અને જો કે, આ પાકને સમયસર પાણી નહીં મળે તો અગાઉ ચોમાસુ પાક નિષ્ફળ ગયો હતો અને હવે શિયાળો પાક નિષ્ફળ જાય તો ખેડૂતો દેવામાં ડૂબી જશે જેથી તંત્ર વાહકો દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવી વ્યવસ્થા જાળવવામાં આવે તે જરૂરી છે

મોરબીમાં આવતી નર્મદની મચ્છુ કેનાલના ગાબડા વિશે નર્મદા શાખા નહેરના ડેપ્યુટી ઇજનેર રોહિણી બાવરવા સાથે વાત કરતા તમે જણાવ્યું હતું કે અગાઉ પડેલ ગાબડામાં યોગ્ય રીતે રીપેરીંગ કામ કરી નાખ્યું છે જેથી ત્યાં હાલમાં કોઈ પ્રશ્ન નથી અને બાકી જ્યારે કેનાલમાં ગાબડું પડ્યું હતું ત્યારે પણ કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ હતો અને અત્યારે પણ પાણી ચાલુ છે માટે જ્યારે કેનાલ બંધ કરવામાં આવે ત્યારે તેના જે કોઈ ગાબડા હશે તે બુરી દેવામાં આવશે અને સાફ-સફાઈ સહિતના પ્રશ્નોને ઉકેલવામાં આવશે














Latest News