મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં ઠેર ઠેર ગાબડા !: રિપેરિંગ-સફાઈ કરવામાં ન આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ મોરબી નજીક સિરામિક કારખાનામાંથી 1.65 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત માળીયા (મી)ના ચાચાવદરડા ગામે જુગાર રમતા 5 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







































મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના રંગપર બેલા ગામે ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભાગવત સપ્તાહ આગામી તા. 30/11 થી શરૂ થશે અને તેમાં ભાગવત આચાર્ય કિરણભાઈ શાસ્ત્રીજી (વડોદરા વાળા) દ્વારા શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવશે.

મોરબીના રંગપર ગામે સ્વ. ભાવસિંગજી ખેંગારજી ઝાલા તથા સમસ્ત ઝાલા પરિવાર દ્વારા મનુષ્યના કલ્યાણ અર્થે તથા સમસ્ત પિતૃઓને મોક્ષ અર્પણ કરનાર વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 30/11 થી આ ભાગવત સપ્તાહ શરૂ થશે અને તા. 7/12 ના રોજ કથાની પૂર્ણ થશે આ કથા દરમિયાન પરીક્ષિતનો જન્મ, સુખદેવજીનું મિલન, કપિલ અવતાર, વામન જન્મ, રામ જન્મ, ક્રુષ્ણ જન્મ તે ઉપરાંત કૃષ્ણની બાળલીલા, ગોવર્ધન લીલા, છપ્પન ભોગ, ગોપી ગીત મહારાસ, મથુરા લીલા, રૂક્ષ્મણી વિવાહ, દ્વારકા લીલા, ભગવાનના વિવાહની કથા સહિતના વિવિધ પ્રસંગોને ધામધૂમથી ઉજવવામાં આવશે અને કથાની સાથોસાથ તા. 4/12 ના રોજ રાતે 9:30 કલાકે સંતવાણી, તા. 8/12 ના રોજ પૂર્ણ પુરુષોત્તમ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી દિલુભા ગોપાલજી ઝાલા, સજ્જનસિંહ જુવાનસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, રઘુવીરસિંહ મહિપતસિંહ ઝાલા, ભગીરથસિંહ જયુભા ઝાલા, ગજેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા, હકુમતસિંહ દિલુભા ઝાલા, મહાવીરસિંહ દિનુભાઈ ઝાલા સહિતના ઝાલા પરિવાર દ્વારા કથાનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે














Latest News