મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં ઠેર ઠેર ગાબડા !: રિપેરિંગ-સફાઈ કરવામાં ન આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ મોરબી નજીક સિરામિક કારખાનામાંથી 1.65 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત માળીયા (મી)ના ચાચાવદરડા ગામે જુગાર રમતા 5 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા


SHARE







































મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા

મોરબી જિલ્લાના નાગરિકો અને રાજકોટ–મોરબી માર્ગ પરથી અવરજવર કરતા વાહનચાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે જેમાં રાજકોટ–મોરબી સ્ટેટ હાઇવે (એસ.એચ.-૨૪)ના રિસરફેસિંગ અને માર્ગને વધુ સુવિધાજનક બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા અંદાજિત ૧૦૩ કરોડના વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે.

આ વિકાસકાર્ય અંતર્ગત રાજકોટ–મોરબી રોડના કુલ ૬૪.૩૧૮ કિલોમીટરના માર્ગ પર રિસરફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ યોજના અંતર્ગત બે તબક્કામાં કામગીરી કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામા ૪૪.૧૬૩ કિલોમીટરના માર્ગ માટે ૭૪ કરોડની મંજૂરી મળી  છે જયારે બીજો તબક્કામાં ૧૮.૧૫૫ કિલોમીટરના માર્ગ માટે ૨૯ કરોડની મંજૂરી મળી છે આ કામગીરીમાં સમગ્ર લંબાઈમાં ૫૦ એમ.એમ. જાડાઈનું બી.સી.લેયર, પસંદગીની લંબાઈમાં સી.સી.રોડ, ઓ.ડી.આર. તેમજ સર્વિસ રોડ અને ફર્નિચર જેવી આનુષંગિક કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ મહત્વપૂર્ણ વિકાસકાર્યને મંજૂરી આપવા બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ૬૬-ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ આભાર વ્યક્ત કર્યો છે. રાજ્યની સંવેદનશીલ અને વિકાસલક્ષી સરકાર દ્વારા સતત લોકહિતના કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ માર્ગનું રિસરફેસિંગ પૂર્ણ થતાં રાજકોટ અને મોરબી વચ્ચેની મુસાફરી વધુ સુગમ, સલામત અને આરામદાયક બનશે તેમજ સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને વાહનચાલકોને મોટી રાહત મળશે. આ વિકાસલક્ષી નિર્ણય બદલ મોરબી વિસ્તારના નાગરિકોમાં આનંદની લાગણી પ્રસરી છે.














Latest News