મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ
મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા ધરણા બાદ ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા તંત્રની પાપા પગલી
SHARE
મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા ધરણા બાદ ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા તંત્રની પાપા પગલી
મોરબીમાં ખાટકીવાસમાં ગેરકાયદેસર કતમખાનાઓ ચાલી રહ્યા છે તેને સદંતર બંધ કરાવવા અને નોનવેજની લારીઓ હટાવવામાં આવે તેના માટે હિન્દુ સંગઠનો દ્વારા અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ નકકર કામગીરી કરવામાં ન આવતા હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા મહાપાલીકા કચેરી ખાતે ધરણા કરીને હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું અને કતલખાના બંધ કરવા માટેની પ્રબળ માંગ કરવામાં આવી હતી ત્યારે પદાધિકારીઓ પણ ત્યાં ચર્ચા કરવા માટે આવ્યા હતા જોકે, તેઓને ગેરકાયદે કતલખાના મુદે નકકર પરિણામ આપવા માટે કહ્યું હતું નહીંતર રાજીનામ આપી દો તેવું મેયર સહિતના પદાધિકારીઓને મોઢે ચોપડાવી દેવામાં આવ્યું હતું અને કલાકો સુધી મહાપાલિકામાં અધિકારી અને પદાધિકારીઓ સાથે રકઝક બાદ મહાપાલિકાએ ખાટકીવાસ વિસ્તારમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા માટે બેનર મૂકવાની તેમજ સતત ચેકિંગ કરવાની ખાતરી આપતા મામલો હાલ થાળે પડ્યો છે.
મોરબીના ખાટકીવાસમાં જે ગેરકાયદે કતલખાના ચાલે છે અને માસ મટનનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું હોય છે જેને લઈને હિંદુ સંગઠનો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કતલખાનાઓને સદંતર બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને અગાઉ આવેદન આપવામાં આવ્યું હતો તેમજ મહાપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો પણ મહાપાલિકા દ્વારા નકકર કામગીરી કરવામાં આવી ન હતી જેથી આજે હિન્દુ સંગઠનના આગેવાન જીલેશભાઈ કાલરીયા, કમલેશભાઈ બોરીચા, ભાવિકભાઈ ભટ્ટ, કમલભાઈ દવે સહિતનાઓની હાજરીમાં મહાપાલિકા કચેરી ખાતે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કતલખાના બંધ કરવા માટેની પ્રબળ માંગ કરવામાં આવી હતી. દરમિયાન મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા સહિતના પદાધિકારીઓ અને ચૂંટાયેલા કોર્પોરેટરો હિન્દુ સંગઠનના આગેવાનોને મળવા માટે પહોંચ્યા હતા ત્યારે તેઓને આગેવાનોએ કહ્યું હતું કે, હિન્દુ હિન્દુ કરો છો પરંતુ હિન્દુઓના કામ કરતા નથી જો તમે કામ કરી શકતા ન હોય તો તમે રાજીનામાં આપી દો. અને કલાકો સુધી હિન્દુ સંગઠનના આગેવાનો ધરણા ઉપર બેઠા બાદ મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ ખાટકીવાસ વિસ્તારમાં સોમવાર સુધીમાં જાહેરમાં બોર્ડ મારીને ગેરકાયદેસર કતલખાના બંધ કરવા માટે કવાયત હાથ ધરાશે અને કોઈ જગ્યાએ ગેરકાયદે અબોલજીવની કતલ ન થાય તેના માટે મહાપાલિકાના સ્ટાફ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવશે. તેવી ખાતરી આપી છે જેથી હાલમાં મામલો થાળે પડ્યો છે.









