મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા
લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ
SHARE
લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા એક લાભાર્થી દિવ્યાંગ વ્યક્તિ કે જેઓ સમાજમાં હરીફરી શકે તેવી ભાવના સાથે ટ્રાયસિકલ આપવામાં આવી હતી જેઓ નાની વાવડી ગામે રહે છે તેઓના સ્થળ પર પહોંચી લાયન્સ ક્લબના સભ્ય ટ્રાયસિકલના દાતા હસુભાઈ બી. પાડલિયા અને અન્ય સભ્યોની હાજરીમા આ સાયકલ આપવામા આવી હતી તેમજ લાયન્સ કલબ દ્વારા ચલાવવામા આવતા વિના મૂલ્યે કાયમી સેવાકીય પ્રોજેક્ટ ડાયાબિટીસ અને બીપી માપન ચલાવતા ત્રણ ક્લિનિકની લાયન્સ કલબના સભ્યોએ મુલાકાત લઈ તેઓની હાજરીમા લાભાર્થીઓને ડાયાબિટીસ અને બીપી તપાસ વિના મૂલ્યે કરવામા આવ્યું હતું જેમા માધવ ક્લિનિકના ડો. નિલેશભાઈ ભાડજા, જીનામ ક્લિનિકના ડો. એક્તાબેન ભટાસણા અને ઓમ ક્લિનિકના ડો. ફુલતરિયા દ્વારા સેવા આપવામા આવી હતી જેનાથી ઈન્ટરનેશનલ લાયન્સ કલબ ૩૨૩૨ - જેના અઠવાડિક સર્વિસ પ્રોજેક્ટ અંતર્ગત અનેક લાભાર્થીઓને ફાયદો થયો છે આ બંને પ્રોજેક્ટમાં પુર્વ પ્રમુખ ત્રિભોવનભાઈ સી.ફુલતરિયા, કેશુભાઈ દેત્રોજા, મણીલાલ કાવર, ચંદુભાઈ કુંડારિયા તથા સભ્યો હસુભાઈ પાડલિયા અને ચેતનભાઈ રાબડીયાએ પ્રેરક હાજરી આપી હતી તેવુ સેક્રેટરી નાનજીભાઈ મોરડીયાએ જણાવ્યુ છે.