હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેર તરકિયા ગામે પ્લાન્ટ કરેલ એક્સપ્લોઝિવના જથ્થાને નાશ કરવા કરાશે બ્લાસ્ટિંગ


SHARE













વાંકાનેર તરકિયા ગામે પ્લાન્ટ કરેલ એક્સપ્લોઝિવના જથ્થાને નાશ કરવા કરાશે બ્લાસ્ટિંગ

વાંકાનેર તાલુકા પોલીસના દાખલ થયેલ એકસપોઝિવ બ્લાસ્ટના ગુન્હા મામલે બોરમાં રાખેલ એકસોલોઝિવને બ્લાસ્ટ કરવા માટેની મજૂરી મળતા તા.૨૨ નાં રોજ તે બ્લાસ્ટ કરવામાં આવનાર હોવાથી ત્યાંથી સવારે ૮ થી રાત્રિના ૮ વાગ્યાના સમય ગાળામાં ત્યાંથી પસાર ન થવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી મોરબી દ્વારા તા.૧૦-૬-૨૪ નાં રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૧૦ નાં રોજ વાંકાનેર તાલુકાના તરકિયા ગામના સરકારી ખરાબાનાં સર્વે નંબર ૧૬૩/૧ પૈકી ૨૪ વળી જગ્યા જે દીપડાધાર તરીકે ઓળખાતી જગ્યામાં બ્લાસ્ટ કરવા માટે આશરે ૬૫૦ કી. ગ્રા. જેટલો પ્લાન્ટ કરેલ હોય જેથી આ જથ્થો બહાર કાઢી શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી તે બ્લાસ્ટ થવાની શક્યતાઓ હોવાથી આ PESO,વડોદરા તરફથી મંજૂરી મળેલ હોય તેમજ આ ગુન્હા વાળી જગ્યાએ પ્લાન્ટ કરેલ એકસોલોઝિવને નાશ કરવા માટે નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા મંજૂરી આપેલ છે.એકસપ્લોઝિવ જથ્થાનો નાશ કરવા માટે જરૂરી સાધનો તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીની હાજરીમાં તેમજ બે કિ.મીની ત્રિજ્યામાં કોઈ એ પસાર નહિ થવા માટે તા.૨૨-૦૬-૨૦૨૪ નાં સવારે ૮ થી રાત્રિના ૮ વાગ્યા સુધીનાં સમયગાળા પૂરતું પ્રવેશબંધનું જાહેરનામું જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ કામે જાહેર જનતાની જાનમાલની સલામતી માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) થી મળેલ અધિકારની રૂએ કે.બી.ઝવેરી (IAS), જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તરકીયા ગામના સરકારી ખરાબાના સર્વે નં. ૧૬૩/૧ પૈકી ૨૪ વાળી જગ્યા જે દીપડાધાર તરીકે ઓળખાતી જગ્યામાં બ્લાસ્ટ કરવા માટે પ્લાન્ટ કરેલ એકસપ્લોઝીવ જથ્થાને નાશ કરવા માટે જરૂરી સાધનો તથા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની હાજરીમાં "લોકોને ભય, હરકત અથવા અગવડ ન થાય તેટલા માટે રસ્તામાંથી તથા સાર્વજનિક જગા ઉપરની સર્વ પ્રકારની રાહદારોનું તથા સવાર થઈને જનારા અથવા ગાડીમાં જનારા અથવા સાઇકલ ઉપર જનારા અથવા ચાલતા જનારાઓનું અથવા દોરીને લઈ જનારા અથવા ઢોર સાથે જનારાઓએ રસ્તાના તથા સાર્વજનિક જગાના કરવાના ઉપયોગનું નિયમન કરવા" સારૂ તા.૨૨/૦૬/૨૦૨૪ના કલાક સવારે ૮ થી રાત્રિના ૮ વાગ્યા સુધીના સમયગાળા પુરતુ ઉક્ત સ્થળેથી કોઇ વ્યક્તિએ પ્રવેશવું નહી કે ત્યાંથી પસાર થવું નહી.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.






Latest News